ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં હાલમાં રાજકીય ઊથલપાથલનો માહોલ સર્જાયો છે. બે દિવસ પહેલા ગુજરાતના નવા મુખ્યમંત્રીની શપથવિધિ બાદ આજે સાંજે 4:20 વાગે કેબિનેટ મંત્રીઓની પણ શપથવિધિ યોજાવાની હતી જે મોકુફ રાખીને આવતીકાલે બપોરે 1.30 કલાકે યોજાવાની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળમાં નવા અને યુવા ચહેરાઓને વધારે સ્થાન આપી શકે છે. આ સાથે જ કેબિનેટમાં મહિલાઓની પણ સંખ્યામાં વધારો થઈ શકે છે. જાણવા મળ્યું છે કે, રૂપાણી સરકારના 11 કેબિનેટ મંત્રીઓમાંથી માત્ર દીલીપ, ઠાકોર, ગણપત વસાવા અને જયેશ રાદડિયાને નવા મંત્રીમંડળમાં સામેલ કરે તેવી શક્યતા છે.
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં ગુજરાતના 4 મહિલા ધારાસભ્યોને સામેલ કરવામાં આવી છે. જેમા સુરતના ધારાસભ્યસંગીતા પાટીલ, વડોદરાના ધારાસભ્યમનીષા વકીલ, ભૂજના ધારાસભ્ય નિમાબેન આચાર્ય તેમજ ઊંઝાના ધારાસભ્ય ડો. આશા પટેલને કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. હાલની સ્થિતિને જોઈને એવું પણ મનાય છે કે, નવા મંત્રીમંડળમાં મહિલાઓની સંખ્યા 4થી પણ વધી શકે છે.
ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી છે અને તેમની ટીમમાં પણ નવા સભ્યો હશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમના મંત્રીમંડળમાં કેટલાક વરિષ્ઠ મંત્રીઓ હશે, પરંતુ હવે એવું લાગતું નથી. તે જ સમયે, જાતિ અને પ્રદેશના સમીકરણોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. 22 કે 25 સભ્યોને મંત્રીમંડળમાં રાખવાને બદલે, 27 સભ્યોના સમગ્ર મંત્રીમંડળની રચના થવાની ધારણા છે.