-ગલવાન ઘાટીની ઘટના બાદ ચીન સાથેના સંબંધોમાં પણ તનાવ વધ્યા
-સૈન્યને સ્લીમ-ટ્રીમ બનાવવાનો એજન્ડા: 100 ફાઈટર વિમાનો માટે હવાઈ દળે ‘ડિમાન્ડ’ કરી
- Advertisement -
દેશમાં કેન્દ્રીય બજેટમાં અગાઉ જે ઉતેજના હતી તે ધીમે ધીમે ઘટવા લાગી છે. ખાસ કરીને રેલવે બજેટને મુખ્ય બજેટમાં ભેળવીને છતા તેનું મહત્વ જળવાઈ રહે તે પણ મોદી સરકારે નિશ્ર્ચિત કર્યુ છે તો જીએસટીના આગમન બાદ આડકતરા વેરામાં ફકત કસ્ટમ ડયુટી વિ.ની જ થોડી ઘણી ચર્ચા હોય છે અને આવકવેરા-કોર્પોરેટ ટેક્ષ તથા અન્ય સીધા કરવેરામાં જ કેન્દ્ર સરકાર શું મહત્વના ફેરફાર કરશે તેના પર સૌની નજર હોય છે. આ સ્થિતિમાં સંરક્ષણ બજેટ પણ સૌથી મહત્વ ધરાવે છે.
બજેટમાં દેશના સેનાના આધુનિકરણ માટે કેવું ભંડોળ ફાળવવામાં આવે છે તેનાથી સરકારની રક્ષાનીતિ પણ નિશ્ચિત થાય છે અને ભારતને તેના બે પાડોશી ચીન અને પાકિસ્તાસ સામે સુરક્ષાની દ્રષ્ટીએ સજજ રહેવાનું છે અને દેશમાં સૈન્યને સ્લીમ અને ટ્રીમ બનાવવા કેન્દ્ર સરકારે જે ‘અગ્નિપથ’ યોજના શરૂ કરી છે તે આગામી સમયમાં રંગ લાવશે.
કોઈપણ દેશનું સુરક્ષાનું બજેટ હોવું જોઈએ તે જે તે દેશની ભૌગોલિક તથા રાજકીય સ્થિતિ અને તેના પરના ભયના આધારીત હોય છે અને ભારત માટે તે તમામ લાગુ પડે છે. આ સ્થિતિ વચ્ચે ભારતે સંરક્ષણ બજેટમાં દર વર્ષે જીડીપીના ઓછામાં ઓછા 3%નો ખર્ચ કરવો જોઈએ તેવું નિષ્ણાંતો કહે છે. ભારત હાલ સરેરાશ 2%નો ખર્ચ કરે છે અને દેશને ચીન તથા પાકિસ્તાન મોરચે ચિંતા છે.
- Advertisement -
તાજેતરમાં ગલવાન ઘાટીની ઘટનામાં ચીન ગમે તે ઘડીએ તનાવ સર્જી શકે છે તે નિશ્ચિત કર્યુ છે તેથી ચીન સાથે મુકાબલો કરવા માટે સૈન્યનું આધુનિકરણ જરૂરી છે. દેશમાં છેલ્લી મોટી સૈન્ય ખરીદી હવાઈદળ માટે 36 રાફેલ વિમાનની છે તે બાદ પણ 100થી વધુ યુદ્ધ વિમાનોની આવશ્યકતા હવાઈ બને છે, જો કે અમેરિકા અને ચીન બાદ સૌથી મોટું સંરક્ષણ બજેટ ભારતનું છે પણ ભારતનો ખર્ચ પરંપરાગત વધુ છે તેથી સૈન્યને નાનું પણ આધુનિક બનાવવા પર જોર મુકાયું છે.
તેમાં પણ આયાત ઘટાડવા મેઈક ઈન ઈન્ડીયા આત્મનિર્ભર ભારત પર જોર પણ અપાય છે. સૈન્ય ઉત્પાદનો ઘરઆંગણે બની રહે તે જોવામાં આવશે. સૈન્યમાં પેન્શન ખર્ચ જ બજેટના 25% રકમનો છે જે સતત વધતો જાય છે અને વન રેન્ક વન પેન્શનથી તેનો વિસ્તાર વધ્યા છે. તેથી હવે મોદી સરકાર સૈન્યનું બજેટ વધારશે તે નિશ્ચિત છે.