જૂનાગઢ મનપા કચેરી ખાતે કૉંગ્રેસ આગેવાનોનો હલ્લાબોલ
મહાનગરપાલિકા દ્વારા 5 વર્ષના કરેલા કામોનો હિસાબ સાર્વજનિક જાહેર કરો
- Advertisement -
રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, દબાણો, બગીચા, ફિલ્ટર પ્લાન સહિતનો હિસાબ આપો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ મહાનગર પાલિકામાં પાંચ વર્ષ ભાજપ શાસિતને ગઈકાલ 31 જુલાઈના રોજ મુદત પૂર્ણ થતા વહીવટદાર શાશન આવ્યું છે.ત્યારે કોંગ્રેસ આગેવાનો દ્વારા આજ રોજ મનપાએ કરેલા કામોનો હિસાબ માંગવા મનપા કચેરી ખાતે જવાબ દો હિસાબ દોના નારા સાથે હલ્લાબોલ કર્યો હતો જેમાં શહેરમાં મનપા દ્વારા પાંચ વર્ષમાં કરેલા કામોમાં રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, વોકળા દબાણો, બગીચા, ફિલ્ટર પ્લાન, સ્પોર્ટ સંકુલ, સફાઈ સહિતના અનેક મુદ્દે આજે મનપા કચેરીનો ઘેરાવ કર્યો હતો.જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપાઘ્યક્ષ હીરાભાઇ જોટવા, જૂનાગઢ પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ જોશી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ શહેનાઝબેન બાબી, જિલ્લા પ્રમુખ ભરતભાઈ અમીપરા, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશી સહીત કોંગ્રેસ વિપક્ષ સભ્યો જોડાયા હતા અને કમિશનરને આવેદન પત્ર આપીને હીસાબ સાર્વજનિક જાહેર કરવાની માંગ કરી હતી.
વર્તમાન શાસકો દ્વારા વિકાસ કર્યોની જે પુસ્તિકા સાર્વજનિક કરવામાં આવેલ છે તેની હકીકત તપાસતા હિસાબ માત્ર ચૂંટણી લક્ષી હવાઇ તુકોહોય તેવુ પ્રતિત થાય છે કારણ કે ગ્રાઉન્ડ લેવલ પર જાહેર કરેલ હિસાબ પૈકીના 10 ટકા કામગીરી પણ થયેલ હોય તેવુ જણાતુ નથી કારણ કે, અમુક એવા રસ્તા બનાવ્યાનો દાવોકરેલ જે હકીકતમાં થયેલ જ નથી તો આ ગ્રાન્ટનો ખર્ચ થયેલ છે કે કેમ બીલ ઉધારાય ગયેલ છે કે કેમ એ જાણવાનો લોકોને પુરો હક છે. આવા નીચે મુજબના મુદાઓ લઇને છેલ્લા પાંચ વર્ષનુ જૂનાગઢના વિકાસ માટે ફાળવેલ બજેટના સહીથી સરકારી પ્રુફ સાથે આંકડા સાર્વજનીક કરવા અમારુ રજૂઆત છે.
- Advertisement -
છેલ્લા અઢી વર્ષ દરમિયાન જૂનાગઢના વિકાસ કાર્યો માટે રૂા.1560 કરોડ વપરાયા હોવાનો જનરલ બોર્ડમાં પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં મનપા દ્વારા ખલેતિ આંકડો મળેલ પરંતુ આટલી માતબર રકમ વપરાયેલ હોય તો લોકોને રસ્તા પાણી અને ગટર જેવી ભૌતિક સુવિધાઓ મળવી જોઇએ પરંતુ જમીની હકીકત તપાસતા રસ્તાઓ ચાલવા લાયક નથી ગટરની કામગીરી વર્ષોથી પૂણે થયેલ નથી તેમજ લોકોને શુઘ્ધ પાણી પુરૂ પાડવા માટે કરોડોના ખર્ચ કર્યા છતા ડોહળુ પાણી સપ્લાય થાય છે તેમજ અનિયમિત સપ્લાય થાય છે જેના વિરોધમાં ખુદ ભાજપા શાસીત મનપાના ભાજપા પાર્ટીના જ કોર્પોરેટર દ્વારા ઉપવાસ ઉપર બેસવુ પડે છે જે વહીવટી નિષ્ફળતાની સાબીતી છે.
હાલમાં જુ.મ.ન.પા. શાસક પક્ષના પદાધિકારીઓ દ્વારા વિકાસ કાર્યોની પુસ્તિકામાં નવી રમત-ગમત મેદાન બનાવવાનો દાવો કરવામાં આવેલ પરંતુ જૂનાગઢ જફર મેદાન ખાતે વર્ષ 2006માં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામ શરૂ કરવામાં આવેલ જે કામ આજે 18 વર્ષે પણ પૂર્ણકરી લોકાર્પણ કરવામાં આવેલ નથી જે વહીવટી અણઆવડતમાં અથવાતો બેદરકારી કહી શકાય. ઉપરથી નવા રમત-ગમત મેદાનો બનાવવાનો હવાઇતુકો ચલાવવામાં આવેલ કમિશનર તરીકે આપને મળેલ સંવેધાનીકસતાનો ઉપયોગ કરી જફરમેદાન ખોતેના સ્પોર્ટ સંકુલને કામગીરી તાત્કાલીક પૂર્ણ થાય તે અર્થે ઉચીત કાર્યવાહી થવા આપને રજૂઆત છે.
છેલ્લા બે વર્ષ દરમિયાન જૂનાગઢ શહેરમાં નવા બનેલા રોડ કે જે 3 વર્ષની ગેરેન્ટી પીરીયડના નીયમ અંતર્ગત બનાવવામાં આવેલ આ રસ્તાઓ જેતે વખતે ગુણવતાની ચકાસણીના અભાવે હાલ અત્યંત જર્જરીત હોય, અમુક રસ્તાઓતો રોડ બન્યાને ખુબ જ ટુંકા ગાળામાં સંપૂર્ણ ટુટી ગયેલ હોય આ રસ્તાઓનું કોન્ટ્રાકટરના ખર્ચે ગેરેન્ટી પીરીયડના નિયમો અમલ કરી નવા બનાવવા આવે તેવી માંગ છે.
જૂનાગઢ શહેરમાંથી એકત્ર કરેલ વેસ્ટ કચરામાંથી સીએનજી પેદા કરવા માટેનો કરોડોના ખર્ચે બનેલ પ્લાન્ટ હાલ ધુળ થાય છે આ પ્લાન્ટ કાર્યરત કરવા અમારી રજૂઆત છે. લોકોની સુખાકારી માટે આપને મળેલ વિશેષ સતા/અધિકારોનો સદઉપયોગ કરી તમામ મુદ્દાઓપર અમલવારી થાય તેવી પ્રજાવતી માંગ કરાઇ હતી.આવા અનેક ભ્રષ્ટ્રાચારના સવાલો સાથે મનપા કમિશનરને આવેદન પત્ર આપ્યુ હતુ.