- નહેરમાંથી ખેડૂતો પાણી ન ખેંચતા ઘટના બન્યાનું તારણ, બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વખત કેનાલમાં ભંગાણ
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં સતત કેનલ તૂટવાની ઘટના અવરનવર સામે આવી રહી છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં નર્મદા કેનલ તૂટવાની 219 ઘટના બની હોવાનું સરકારને સામે આવ્યું છે. જેમાં પણ સૌથી વધુ નર્મદા કેનાલમાં ભંગાણ બનાસકાંઠા જિલ્લામાં પડ્યા છે. જેના કારણે ખેડૂતોને સૌથી વધુ પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
આ અંગેની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહેલી માહિતી અનુસાર, રાજ્યમાં 2020 થી 2023 દરમિયાન નર્મદા કેનાલ કે ભાગ તૂટવાના 219 બનાવ સામે આવ્યા છે. જેમાં 2020-21માં 90, 2021-22માં 49 ઘટનાઓ બની છે જ્યારે 2022-23માં 80 ઘટનાઓ બની હોવાનું સરકારની સામે આવ્યું છે.
આ વચ્ચે જો જિલ્લાવાર વાત કરવામાં આવે તો સૌથી વધુ વખત કેનાલમાં ભંગાણ બનાસકાંઠા જિલ્લામાં બની છે જેમાં 102 વખત કેનાલમાં ભંગાણની ઘટના બની છે. જ્યારે પાટણમાં 26 જેટલી, તો અમદાવાદ જિલ્લામાં 22 વાર કેનાલ તૂટી હોવાની ઘટના સામે
આવી છે.
જ્યારે સરકાર દ્વારા તપાસમાં સામે આવ્યું છે કે, સમગ્ર વિસ્તારમાં ખેડૂતો દ્વારા પાણી ખેંચવાની ઘટનાને કારણે આ પ્રકારની ઘટના બની છે. જેમાં ઓવરટોપિંગના કારણે ઘટના બની હોવાનું સરકારનું તારણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નહેરમાંથી ખેડૂતો પાણી ન ખેંચતા ઘટના બન્યાનું તારણ પણ સામે આવ્યું છે.