સેવિંગ્સથી એફડી સહિતના ખાતાની અનકલેમ ડિપોઝીટમાં લાભાર્થીને શોધવામાં બેન્કોને પણ ભાગ્યે જ રસ
સ્ટેટ બેન્કમાંજ રૂ.8952.21 કરોડની રકમ જમા: નાની બેન્કોમાં કુલ 14000 કરોડથી વધુ રકમ: અંતે ‘સરકાર’ જ ખાટે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જો તમો બેન્ક ખાતુ ખોલાવીને નાની-મોટી રકમ જમા કરાવી હોય તો અનેક વખત તેઓને પણ યાદ હોતું નથી અથવા આ પ્રકારે ખાતા ખોલાવ્યા બાદ અચાનક જ મૃત્યુ પામતા લોકોના બેન્ક ખાતાઓ અંગે તેમના પરિવારજનોને પણ જાણ હોતી નથી અને તેવા થોડા ઘણા નહી પુરા રૂા.48000 કરોડની રકમ અલગ અલગ બેન્કોમાં અનકલેમ મની તરીકે સેવિંગ કે તે પ્રકારના ખાતામાં જમા છે.
હાલમાં જ માહિતીના અધિકાર હેઠળ પુછાયેલા પ્રશ્નના જવાબમાં આ આંકડા બહાર આવ્યા છે. જયારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે રકમ જે તે બેન્ક ખાતામાં જમા કરાઈ છે તેનો આંકડા તો અલગ જ છે. આ મોટી થાપણોમાં રૂા.34146 કરોડની રકમ તો રોજની 13 બેન્કોમાંજ ગયા છે. હાલમાં જ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ તમામ બેન્કોને તેની બ્રાન્ચોમાં આ રીતે 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી જે બચત સહિતના ખાતાઓમાં જમા છે તેમના મૂળ લાભાર્થી કે તેના પરિવારને શોધીને આ રકમ કાનૂની રીતે પ્રક્રિયા કરીને પરત મળે તે માટે ઝુંબેશ ચલાવવા અને જીલ્લા મથકોથી તેનું સંચાલન કરવા જણાવ્યું હતું.
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયામાં સૌથી વધુ રૂા.8952.21 કરોડની રકમ જમા છે. જયારે ખાનગી ક્ષેત્રમાં એચડીએફસી બેન્કમાં રૂા.1090 કરોડ અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં રૂા.1627.06 કરોડની રકમ જમા છે. આ ઉપરાંત નાની બેન્કોમાં કુલ રૂા.14315 જેવી રકમ જમા છે. લાંબા સમય સુધી આ રકમ કલેમ ના થાય તો પછી તે રકમ બેન્કોને રીઝર્વ બેન્કને ટ્રાન્સફર કરી દેવા જણાવાયું છે જે થાપણદારોના બેન્ક ગ્રાહકોના જામીન માટે જે આરબીઆઈ ખર્ચ કરે છે તેમાં ઉપયોગમાં લેવાય છે.