ગણેશ જયંતિના શુભ અવસરે ભગવાન વિનાયકની વિધિ-વિધાનપૂર્વક પૂજા કરવાથી બધી અડચણો દૂર થાય છે. આવો જાણીએ જાન્યુઆરીમાં ક્યારે આવી રહી છે ગણેશ જયંતિ.
આ ગણેશ જયંતિએ ત્રણ શુભ યોગ બની રહ્યાં છે
- Advertisement -
દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની ચોથે ગણેશ જયંતિ મનાવવાની પરંપરા છે. આ દિવસે ભગવાન શિવ અને માં પાર્વતીના પુત્ર ગણેશજીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જે પણ ભક્ત પૂરી શ્રદ્ધાથી ભગવાન વિનાયકની પૂજા કરે છે, તેમના બધા કષ્ટ, વિધ્ન અને પરેશાનીઓ દૂર થાય છે. આ વખતે માઘ મહિનાની ચોથે વધુ એક ખાસ વાત થવા જઇ રહી છે, આ દિવસે 3 શુભ યોગ બની રહ્યાં છે.
તિથિ
- Advertisement -
માઘ મહિનાના શુક્લ પક્ષની ચોથે 24 જાન્યુઆરી 2023ના રોજ મંગળવારે બપોરે ત્રણ વાગ્યેને 22 મિનિટથી લઇને 25 જાન્યુઆરીએ બુધવાર બપોરે 12 કલાકેને 34 મિનિટ સુધી રહેશે. એવામાં ઉદયતિથિ મુજબ આ વખતે ગણેશ જયંતિ 25 જાન્યુઆરીએ મનાવવામાં આવશે.
શુભ મુહૂર્ત
હિન્દુ પંચાગ મુજબ, આ વખતે પૂજા માટે શુભ મુહૂર્ત 25 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યેને 29 મિનિટથી લઇને બપોરે 12 વાગ્યેને 34 મિનિટ સુધી રહેશે. ઉલ્લેખનીય છે કે જયંતિને વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્રના દર્શન ના કરવા જોઈએ. તેનાથી કલંક લાગે છે.
શુભ યોગ
રવિ યોગ- 25 જાન્યુઆરીએ સવારે 7:13થી લઇને રાત્રે 8:05 મિનિટ સુધી
શિવ યોગ- 25 જાન્યુઆરીએ સવારે 8:05 મિનિટથી લઇને રાત્રે 11:10 મિનિટ સુધી
પરિઘ યોગ- 25 જાન્યુઆરી વહેલી સવારથી સાંજે 6:16 મિનિટ સુધી.