6 જુલાઇએ ચાંદીનું છત્ર સહીત કુલ રૂ.1.79 લાખની મત્તાની ચોરી થઇ હતી
આરોપી અગાઉ 6 ગુનામાં સંડોવાયેલા છે, તમામ મુદ્દામાલ રીકવર કર્યો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ઇસનપુરમાં આવેલા વારાહી માતાના મંદિરમાં બે અજાણ્યા તસ્કરો મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને માતાજીની ચાંદીનું છત્ર સહીત કુલ રૂ.1.79 લાખની મત્તાની ચોરીને અંજામ આપ્યો હતો. ઇસનપુરમાં વારાહી માતાના મંદિરમાં ચોરી અંગે પૂજારીએ જણાવ્યુ હતુ કે રવિવારે નિત્યક્રમ મુજબ સાંજના પૂજાપાઠ કરીને તેઓ પોતાના રૂમમાં જતા રહ્યા હતા. ત્યારબાદ તપાસ કરતા, ચોરી થયાનું બહાર આવ્યુ હતુ અને આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે મંદિરના સીસીટીવી ફુટેજ ચેક કરતા, બે અજાણ્યા ઇસમો રાતના સમયે મંદિરમાં પ્રવેશી, દાન પેટી લઈ જતા અને ગર્ભગૃહમાંથી વસ્તુઓ ચોરીને જતા દેખાયા હતા. ત્યારબાદ પોલીસ ટીમે ઈસનપુર પોલીસ ટીમ દ્વારા મંદિરની આજુબાજુના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા, બંને ઇસમો નારોલ તરફ જતા હોવાનું જાણવા મળ્યુ હતુ. ત્યારે આ અંગે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૂતકાળમાં ચોરીમાં પકડાયેલા ઇસમોને ચેક કરતા ગુનામાં સંડોવાયેલા સુરેશ ભિલ (ઉ.27 રહે, નારોલ ગામ) અને સુમિત ભિલ (ઉ.19 રહે, નારોલ ગામ)ની ચોરીના તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. બંને આરોપીની વધુ તપાસ કરતા હકીકત સામે આવે છે કે ઇસનપુર અને આનંદનગર વિસ્તારમાં ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત બંને આરોપીઓ અમદાવાદના જુદા-જુદા 6 પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં અગાઉ પકડાઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે.
ઇસનપુરમાં વારાહી માતાના મંદિરમાં ગત તા.6 જુલાઈના રોજ ચોરી થી હોવાનો બનાવ સામે આવ્યો હતો. ઇસનપુર પોલીસે અજાણ્યા બે શખ્સો સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી હતી. ઇસનપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર બી.એસ.જાડેજા અને તેમની ટીમે ગુના અંગેના સીસીટીવી ફૂટેજની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજમાં બે શખ્સો દેખાઈ આવ્યા હતા. સ્થાનિક બાતમીદાર મારફતે મૂળ રાજસ્થાનના જાલોર જીલ્લાના વતની અને હાલ નારોલ ગામમાં રહેતા સુરેશ ભિલ અને સુમિત ભિલની ચોરીના ગુનામાં ધરપકડ કરીને મંદિરમાં ચોરી થયેલ કુલ રૂ.1.79 લાખના મુદ્દામાલ રીકવર કર્યો છે. આરોપીની તપાસ કરતા પકડાયેલા આરોપીઓમાંથી સુરેશ ભીલ અગાઉ કાગડાપીર દાણીલીમડા મણિનગર સહિતના છ ગુનામાં પકડાયો હોવાનું સામે આવ્યું છે તેમજ આ આરોપીઓએ ભેગા મળી આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઈકની ચોરી પણ કરી હોવાનું સામે આવ્યું છે.