ઈટાલીની ચિંતા: સૌથી લાંબો જળમાર્ગ ધરાવતી પો નદીમાં પાણી 85% ઘટ્યું
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાથી યુરોપ સુધી અનેક દેશો ભીષણ ગરમી અને દુકાળથી બેહાલ છે. અમેરિકાના અલાસ્કા, કેલિફોર્નિયા સહિતનાં રાજ્યો તેમજ કેનેડામાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમીના કારણે જંગલની આગે આ વખતે અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. આ વર્ષે એરિઝોના અને દક્ષિણ કેલિફોર્નિયામાં જંગલોની આગમાં સાત લાખ એકર વિસ્તાર આવી ચૂક્યો છે. ઈટાલીના સૌથી લાંબા જળમાર્ગ પો નદીમાં પાણી સામાન્ય જળસ્તરથી 85% સુધી ઘટી ગયું છે. આ સ્થિતિમાં અહીં ઈમર્જન્સી એક વર્ષ લંબાઈ શકે છે.
- Advertisement -
આગના કારણે 11 કરોડ લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. 900 એકર જંગલ તો સોમવારે જ ખાક થયું. અમેરિકાની જેમ કેનેડાના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 35 ડિગ્રી છે, જે જુલાઈ મહિનાનો રેકોર્ડ છે. બીજી તરફ યુરોપમાં ગરમીનો કેર જારી છે. સ્પેન અને પોર્ટુગલમાં આકરી ગરમી પડી રહી છે. આ બંને દેશમાં 1200 વર્ષમાં પહેલીવાર આટલો ભીષણ દુકાળ પડ્યો છે. તેની સીધી અસર કૃષિ પર પડી છે. સ્પેનના અગ્રણી રાજ્ય ઈબેરિયનમાં ખાદ્યાન્ન ઉત્પાદન એક ચતુર્થાંશ પર આવી ગયું છે. પ્રવાસી ગતિવિધિ પણ સદીના સૌથી નીચલા સ્તરે છે. એવી જ રીતે, નોર્વે સહિત અનેક સ્કેન્ડેનેવિયન દેશોમાં ગરમીથી પરેશાની વધી છે. ઈટાલીની સરકારે લાંબા સમયથી ફૂંકાતા ગરમ પવનો અને ભયંકર દુકાળની સ્થિતિનો સામનો કરવા ઈમર્જન્સી જાહેર કરી છે.
સિડનીમાં મૂશળધાર વરસાદથી અનેક અસરગ્રસ્ત
ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડની એ તેની આસપાસના વિસ્તારોમાં પૂરને કારણે અનેક મકાનોમાં પાણી ભરાઇ ગયા છે અને 50,000થી વધુ લોકોને અસર થઇ છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. સ્ટેટ ઇમરજન્સી સર્વિસ મેનેજર એશલે સુલિવનના જણાવ્યા અનુસાર સિડની વિસ્તારમા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે પાણીમાં ફસાયેલા 100થી વધુ લોકોને બચાવ્યા હતાં. 50 લાખની વસ્તી ધરાવતા સિડની છેલ્લા 16 મહિનામાં ચોથી વખત પૂર આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક ડેમોમાં પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર છે.