તૂર્કીની રાષ્ટ્રીય રમત તેલ કુશ્તી છે છેલ્લા 660 વર્ષથી નિયમિત રીતે રમાય છે : 13 કિલો ચામડાનું ટ્રાઉઝર પહેર્યા પછી તેલમાં તરબોળ થઈને 2160 પહેલવાને ભાગ લીધો.
ખાસ-ખબર સંવાદદાતા
તૂર્કીના એડિર્નમાં એક અનોખી કુશ્તી સ્પર્ધા યોજાઈ હતી. આ કુશ્તી એટલે ખાસ છે કે, તેમાં ભાગ લેવા માટે તમામ કુશ્તીબાજ પહેલવાને 13 કિલો વજનનું ચામડાનું ટ્રાઉઝર પહેરવું ફરજિયાત છે. પછી આ તમામે તેલ કે ગ્રીસથી પણ ફરજિયાત ન્હાવું પડે છે. હકીકતમાં આ કુશ્તી તૂર્કીની રાષ્ટ્રીય રમત છે. આ સ્પર્ધા પહેલીવાર 13મી સદીમાં યોજાઈ હતી. આ વર્ષે આ ઐતિહાસિક રમતની 660મી જયંતી છે. સ્થાનિકો કહે છે કે, આ કુશ્તીનું આયોજન જૂનના અંત કે જુલાઈની શરૂઆતમાં થાય છે. તેના માટે લોકો મહિનાઓ સુધી તૈયારી કરે છે. તેમાં 15 વર્ષથી વધુ વયના લોકો ભાગ લે છે. આ કુશ્તી વખતે ડોક્ટરોની ટીમ પણ તહેનાત રખાય છે. આ વર્ષે પણ ઓઈલ કુશ્તીનું ધામધૂમથી આયોજન કરાયું હતું, જેને જોવા હજારો લોકો પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે, તૂર્કીની આ રમત દેશને સમર્પિત છે. તૂર્કીની સેનાના ઉત્સાહને જાળવી રાખવા માટે તેનું દર વર્ષે આયોજન થાય છે. આ કુશ્તી જીતનારાને ગોલ્ડન બેલ્ટ અને ટાઈટલ અપાય છે.