ફાઇઝરના બંને ડોઝ લીધા બાદ સંક્રમણની સંભાવના 88 ટકા ઘટી જતી પરંતુ, છ મહિના બાદ આજે તે 41 ટકા થઈ ગઈ
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વની સૌથી અસરકારક રસીને લઈને ખુબ જ આઘાતજનક સમાચાર આવ્યા છે. વિશ્વની સૌથી પ્રભાવશાળી ગણાતી ફાઇઝર-બાયોટેકની કોરોના વેક્સીનમા આજે છ મહિના બાદ મોટી ખામી જોવા મળી છે. એક સંશોધન મુજબ ફાઇઝરના બંને ડોઝ લીધા બાદ સંક્રમણ થવાની સંભાવના 88 ટકા ઘટી જતી હતી પરંતુ, છ મહિના બાદ આજે તે 47 ટકા થઈ ગઈ છે, જે એક ચિંતાનો વિષય છે. આનો અર્થ એવો થયો કે, છ મહિનામાં વિશ્વની સૌથી અસરકારક રસીના પ્રભાવમાં 41 ટકાનો ઘટાડો થયો છે.
- Advertisement -
આ સંશોધન એક પ્રતિષ્ઠિત અહેવાલમાં પ્રકાશિત થયું છે. સંશોધનના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે હોસ્પિટલમાં દાખલ થવા અને સંક્રમણના કારણે થતા મૃત્યુને રોકવામાં રસીનો પ્રભાવ છ મહિના સુધી 90 ટકાના ઉચ્ચ સ્તર પર રહ્યો હતો. તે કોરોનાના ખુબ જ ચેપી ડેલ્ટા વેરિએન્ટની વિરુદ્ધ પણ હતું. સંશોધકોએ જણાવ્યું હતું કે, આ ઘટાડો સંક્રમણના પ્રકારો બદલવાને કારણે નહિ પરંતુ, રસીની અસરકારકતામાં ઘટાડો થવાને કારણે થયુ હતુ.
ફાઇઝર અને કૈસર પર્માનેન્ટે ડિસેમ્બર 2020 થી ઓગસ્ટ 2021 વચ્ચે કૈસર પર્માનેન્ટ સદર્ન કેલિફોર્નિયાના લગભગ 3.4 મિલિયન લોકોના હેલ્થ રેકોર્ડની તપાસ કરી હતી. આ અભ્યાસ અંગે ફાઇઝર વેક્સિન્સના ચીફ મેડિકલ ઓફિસર અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ લુઇસ જોડારે જણાવ્યું હતું કે, અમારું વેરિએન્ટ સ્પેસિફિક એનાલિસિસ દર્શાવે છે કે ,ફાઇઝર રસી કોરોના ડેલ્ટા સહિત તમામ ચિંતાજનક વેરિએંટ સામે પ્રભાવશાળી છે.