– મોરકકોનું આ સૌર ઉર્જા યંત્ર ત્રણ હજાર એકરમાં ફેલાયેલું
આ સૌર ઉર્જા યંત્રથી ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાનું લક્ષ્ય: ભારતમાં મધ્યપ્રદેશમાં ડિસેમ્બર 2023માં આથી પણ મોટું ઉર્જા યંત્ર બનશે
- Advertisement -
મોરકકોમાં સહરાના રણમાં દુનિયાનું સૌથી મોટું સૌર ઉર્જા યંત્ર બનાવવામાં આવ્યું છે. લગભગ ત્રણ હજાર એકરમાં ફેલાયેલું આ ઉર્જા યંત્ર 3500 ફૂટબોલના મેદાન બરાબર છે. ખરેખર તો ઉત્તરી આફ્રિકી દેશે વર્ષ 2030 સુધીમાં ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનનો 18.3 ટકા ઓછું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
સૂર્યપ્રકાશ વિના પણ વીજળી પેદા થશે
આ પ્લોટ સૂર્ય પ્રકાશ વિના પણ વિજળી પેદા કરશે. ખરેખર તો તે સીધુ ઈલેકટ્રીસીટી ગ્રીડને વીજળી મોકલશે. સોલાર પેનલ સૂર્ય પ્રકાશને એક જગ્યાએ જમા કરે છે. આથી ગરમી પેદા થાય છે. આ ગરમી પેનલ નીચે લાગેલા પાઈપમાં ભરેલા તરલ નમક (મીઠા)ને ગરમ કરે છે આ તરલ નમક વરાઈ બનીને ટર્બાઈન તરફ જાય છે. વરાળના દબાણથી ટર્બાઈન ઝડપથી ચાલે છે, જેનાથી વીજળી પેદા થાય છે સૂરજ ઢળ્યા પછી પણ ગરમ મીઠાની હાજરીથી વીજળી બનતી રહે છે.
- Advertisement -
અનેક પ્રદેશ થઈ શકશે ઝળહળા
આ યંત્રથી 590 મેગાવોટ વીજળી બની રહી છે. મતલબ કે આથી ભારતના ઉતર પૂર્વી રાજય મેઘાલય, મિઝોરમ, મણીપુર, નાગાલેન્ડનો એક સાથે વીજળી સપ્લાય થઈ શકે છે. જયારે દિલ્હીને બાદ કરતા બધા કેન્દ્રશાસિત પ્રદેશોને વીજળીથી પ્રકાશિત કરી શકાય છે.
ભારતમાં મોરકકોથી વધુ મોટું યંત્ર બની રહ્યું છે
મધ્યપ્રદેશના ઓમ કારેશ્વરમાં નર્મદા નદી પર મોરકકોથી વધુ ક્ષમતાવાળુ સોલાર ઉર્જા યંત્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે 600 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે. નદીમાં તરતા આ સોલર ઉર્જા યંત્રના તૈયાર થવાની સમય સીમા ડિસેમ્બર 2023 સુધીની છે.