મેલેરિયાથી આફ્રિકાના 2,60,000 બાળકો દર વર્ષે જીવ ગુમાવે છે
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ બુધવારે બાળકો માટે પહેલી મલેરિયા વેક્સીનને મોટા સ્તરે ઉપયોગની ભલામણ કરી છે. મચ્છરજન્ય આ રોગના કારણે દર વર્ષે વિશ્વભરમાં ચાર લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. ઠઇંઘના વડા ટેડ્રોસ અધોનામ ગેબ્રેયેસુસે જણાવ્યું કે આજે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન બાળકો માટે મલેરિયાની પહેલી વેક્સીનની ભલામણ કરી રહી છે. હાલ 25 જેટલા દેશોમાં એક મોટો નાબૂદી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ટેડ્રોસે જણાવ્યું કે, આ એક ઐતિહાસિક ક્ષણ છે. ઉલ્લેખનીય છે કે મલેરિયાથી આફ્રિકાના દેશોમાં દર વર્ષે અંદાજે 2,60,000 બાળકો જીવ ગુમાવે છે.