૧૯૬૨ના એશિયાઈ રમતોત્સવમાં ભાગ લઈ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો એમને પદ્મશ્રી પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
સ્પોર્ટ્સ શબ્દ જુની ફ્રેન્ચ desport એટલે કે leisure માથી આવ્યો છે. સ્પોર્ટ્સ એ શારીરિક ગતિવિધિ છે. વ્યવસ્થિત સક્ષમ અને કુશળતાપૂર્વક કરાતી શારીરિક પ્રવૃત્તિ એટલે રમતગમતની પ્રવૃત્તિ જે માટે નિષ્ઠા અને નિષ્પક્ષ રમત જરૂરી છે. દોડવું કૂદવું વગેરે રમતના વિવિધ પ્રકારો છે. દેશના યુવાનોને રમત આ ક્ષેત્રમાં કેરિયર બનાવવામાં વધુ તક પ્રાપ્ત થાય છે લોકપ્રિય ખેલાડી પોતાના દેશના ભાવિ યુવકોને પ્રોત્સાહિત કરે છે. ડો.પંકજકુમાર મુછડીયા જણાવે છે કે શીખ પરિવારમાં જન્મ લેનાર મિલ્ખા સિંઘ ભારતનું શ્રેષ્ઠ ગૌરવ ગણાય છે.
- Advertisement -
બાળપણમાં ખૂબ જ સંઘર્ષ કર્યો. રમતને મહત્વ આપી દોડની સતત પ્રેકટીસ કરતા રહ્યા. જીવનમાં એક જ લક્ષ્ય દોડની સ્પર્ધામાં વિશ્વ લેવલે ભારતનું ગૌરવ વધારવું. ભારત દેશમાં સૌથી સફળ દોડવીર તરીકે જાણીતા છે તેમને ફ્લાઈંગ શીખ તરીકે ઉપનામ આપવામાં આવ્યું. ૧૯૫૨ના એશિયાઈ રમતોત્સવમાં ભાગ લઇ ૨૦૦ મીટર દોડ તેમજ ૪૦૦ મીટર દોડમાં સુવર્ણચંદ્રક મેળવ્યો. ૧૯૫૮ કોમનવેલ્થ રમતોત્સવ માં ભાગ લઈ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ૧૯૬૨ના એશિયાઈ રમતોત્સવમાં ભાગ લઈ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો એમને પદ્મશ્રી પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. તેમના જીવન પર આધારિત હિન્દી ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ ૧૨ જુલાઈ ૨૦૧૩માં રજૂ થઈ હતી અને દર્શકોને ખુબ જ પસંદ આવી હતી આ ફિલ્મ જોયા બાદ દેશના અનેક યુવાનો દોડની રમતમાં પોતાની કારકિર્દી ઘડવા માટે તૈયાર થયા. સમગ્ર વિશ્વમાં મિલ્ખા સિંઘના અનેક ચાહક વર્ગ છે. ૧૮ જૂન ૨૦૨૧ માં ૯૧ વર્ષની ઉંમરે મિલ્ખા સિંઘનું અવસાન થયું.