ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હાલ સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂત પાયમાલ થઈ ગયા છે કારણકે ડુંગળી ભરવા માટે બારદાનની કિંમત પણ હોય છે અને એક જેને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવાનો ખર્ચ મજૂરી સાથે ભાડાનો ખર્ચ રૂપિયા 25 થતો હોય છે અને ડુંગળીનો 20 કિલોનો ભાવ હાલ રૂપિયા 40 થી 120 રૂપિયા સુધી જાય છે વિચાર કરો કે ડુંગળીના ઉત્પાદન ખર્ચ બજાર ભાવ કરતા વધી જાય છે. ખેડૂતો સાથે પૂરો અન્યાય થઈ રહ્યો હોય તેવું નજરે પડે છે તો સરકાર દ્વારા આ કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનીનું યોગ્ય વળતર મળે તેવી ખેડૂતો લાગણી વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતો તો ઠીક પરંતુ જમીન ફાર્મ ઉપર વાવનાર લોકો હાલ વધારે મુશ્કેલી ભોગવી રહ્યા છે મજૂર વર્ગના લોકોના બાળકો આ વર્ષે શિક્ષણથી પણ વંચિત રહે તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે બાળકોને ભણાવવા કે આવડી મોટી નુકશાની વેઠવી તેવા સવાલો ઉપસ્થિત થયા છે તો તાત્કાલિક અસરથી યોગ્ય રીતે સર્વે કરી ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવી લોક માંગ ઉઠી છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.
ગરીબની કસ્તુરી વરસાદમાં પલળી જતા જગતનો તાત ઘેરી મૂંઝવણમાં મુકાયા
