વાવાઝોડાં અને વરસાદની આગાહીના પગલે કેરીનો વહેલો ઉતારો
કેરીની આવક ઘટશે ત્યારે ભાવ 2000 સુધી જશે
- Advertisement -
ગિરની કેસર કેરીના ઉત્પાદનમાં 25%નો ઘટાડો જોવા મળ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીને આ વર્ષે મિશ્ર ઋતુના વાતાવરણના લીધે પેહેથીજ કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળીરહ્યો હતો ત્યારે આ વર્ષે 25% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે તેની સાથે સીઝન પણ વેહલી પુરી થવાના આરે છે હાલ આંબા પર માત્ર 10 થી 15 ટકા કેસર કેરી જોવા મળી રહી છે જેનું કારણ ખેડૂતોના જણવ્યા મુજબ જે રીતે હવામાન વિભાગે આગાહી જેના પગલે ખેડૂતો એ કેરીઓ વેહલી ઉતારી લીધી જેના લીધે કેરીની સીઝન પણ હવે વેહલી પુરી થશે. ગીરની કેસર કેરીનું ઉત્પાદન પ્રતિ વર્ષ ખુબ સારું જોવા મળે છે ત્યારે આ વર્ષે નવેમ્બર, ડિસેમ્બરથી મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું જેના કારણે આંબા પર ત્રણ વાર ફ્લાવરિંગ જોવા મળ્યું હતું જેના કારણે ઘણું ખરું ફ્લાવરિંગ ખરી પડ્યું હતું
બીજી તરફ જે બે ચાર દિવસ પેહલા જે મીની વાવાઝોડા સાથે વંટોળની સ્થિતિ સર્જાતા કેસર કેરીઓ ખુબ મોટા પ્રમાણમાં ખરી પડી હતી જેના લીધે હવે આંબાના બગીચાઓમાં કેરીઓ ખુબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે.આમ આ વર્ષે કેસર કેરીના પાકને વાતાવરણની અસરના લીધે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.જોકે બજાર ભાવ સારા રહેતા ખેડૂતોને ફાયદો પણ જોવા મળ્યો છે. હાલ કેસર કેરીના ભાવ 10 કિલો બોક્સના રૂ.1200 થી 1500 સુધી જોવા મળી રહ્યા છે જેમ જેમ કેરીની અવાક ઘટશે ત્યારે તેના 10 કિલો બોક્સના ફરી રૂ.2000 સુધી જશે તેમ ખેડૂતોનું માનવું છે.
- Advertisement -
જયારે પહેલાથીજ કેરીની અવાક ઓછી થતા બજાર ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે ત્યારે સીઝન હવે પૂર્ણતાન આરે આવી છે તેનું કારણ કે, વરસાદની આગાહીને પગેલે લગભગ ખેડૂતોએ કેસર કેરી વેહલી ઉતારી લેવાનું શરુ કર્યું હતું જોકે હજુ પણ વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતો નુકશાનીનો ભોગ ન બને તેના માટે વેહલી કેરી ઉતારી લેવાનું શરૂ કરી દેતા આગામી દિવસોમાં કેસર કેરીની અવાક પણ ઓછી થઇ જશે આમ ગત વર્ષે કેસર કેરીની સીઝન જૂન મહિના સુધી ચાલી હતી આ વર્ષે સીઝન વેહલી પુરી થશે તેમ ખેડૂતોનું કેહવું છે.અને બગીચાઓતો ખાલીખમ જોવા મળી રહ્યાં છે.
કેસર કેરીની આવક સરભર કરવા અથાણાં માટે કાચી કેરી ઉતારી લીધી
ગીર વિસ્તાર સાથે જૂનાગઢ જિલ્લામાં પણ ખુબ મોટા પ્રમાણમાં કેસર કેરીની આંબાવાડીયું આવેલી છે ત્યારે વરસાદ અને સાથે વાવાઝોડાની સ્થિતિનું નિર્માણ થતા કેસરની બાગાયત ખેતી કરતા ખેડૂતોએ વરસાદના ભયના લીધે કેરીની અવાક સરભર કરવા અથાણાં માટે કાચી કેરી ઉતારીને બજારમાં ખુબ મોટા પ્રમાણમાં ઠાલવી દેવામાં આવી હતી જો કેરીને પાકવાની રાહ જુવે અને વરસાદ અથવા વાવાઝોડું આવે તો પાક નિષ્ફ્ળ જાય જેના લીધે ખેડૂતોને ખુબ મોટી નુકશાની જવાની ભીતિ સેવાઈ રહી હતી જેના લીધે આ વર્ષે હવામાનના લીધે કેસર કેરીની સીઝન પુરી થશે.