ફોર્મ ડિજિટલાઈઝનની કામગીરી 11.76 ટકા થઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત હાલ ગણતરી ફોર્મ વિતરણની કામગીરી 99.77 એ પહોંચી ગઈ છે. તેમજ આ ફોર્મને મતદારો પાસેથી મેળવી ડિજિટલાઇઝ કરવાની કામગીરી 11.76 ટકા એટલે કે કુલ 1,52,903 ફોર્મ ડિજિટલાઈઝ થઈ ગયા છે.
આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, જૂનાગઢ દ્વારા પ્રાંત અધિકારીની કચેરી ખાતે મુલાકાત લીધી હતી. હાલમાં ગણતરી ફોર્મ ડિજિટલાઈઝ કામગીરીની ચાલી રહી છે. જેમાં કલેક્ટર દ્વારા બુથ લેવલ ઓફિસરની કામગીરીની સમિક્ષા કરી, જરૂરી સૂચનો આપ્યા તેમજ તેઓને સતત કામગીરી બદલ પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ જૂનાગઢ જિલ્લો ગણતરી ફોર્મ ડિજિટલાઈઝ કરવામાં વધુ સારી રીતે પરફોર્મ કરે તે માટે આગામી સમયમાં જિલ્લામાં સારી કામગીરી કરનાર દસ બી.એલ.ઓ.ને સન્માનપત્ર અને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી તરફથી મતદારોને અપીલ કરવામાં આવે છે કે હજુ પણ ઘણા મતદારોએ પોતાના ગણતરી ફોર્મ સંપૂર્ણ ભરીને બુથ લેવલ ઓફિસરને જમા કરાવેલ નથી જેથી તેઓને વહેલી તકે પોતાના મતદાન મથકના બીએલઓને જમા કરાવે વધુમાં તા. 22 અને 23ના રોજ પોતાના મતદાન મથક પર યોજાનાર કેમ્પનો લાભ લેવા વિનંતી છે.



