પોલીસે કાઉન્સેલિંગ કરતા મહિલાએ હિંમતપૂર્વક જીવન જીવવાની ખાતરી આપી
મોરબીની એક મહિલાએ આત્મહત્યા કરવા જવાની પોસ્ટ ફેસબુકમાં મૂકી હતી. આ ગંભીર બાબત બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈને ધ્યાને આવતા પોલીસ ટીમે મહિલાને શોધી કાઢીને નકારાત્મક વિચારો દૂર કરી હકારાત્મક વિચારો સાથે જીવન જીવવા સમજાવી હતી જેથી પોલીસના કાઉન્સેલિંગ બાદ મહિલાએ હિંમતભેર જીવન જીવવાની ખાતરી આપતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
- Advertisement -
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર પી.એ. દેકાવાડીયાને સોશિયલ મિડીયાના માધ્યમથી એક મેસેજ મળ્યો હતો જેમાં એક મહિલાએ આત્મહત્યાનું પગલુ ભરવાની ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી જેથી તુરંત તે મહિલાના મોબાઈલ નંબર મેળવી મહિલાનું સરનામું મેળવીને તાત્કાલીક મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની સી ટીમ તથા એલઆઈબી શાખાની ટીમે મહિલાને શોધી જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા અને મહિલાને સમજાવવા સુચના આપતા તાત્કાલીક મોરબી સીટી બી ડીવીજનના સ્ટાફે મહિલાનું ઘર શોધીને મહિલાને રૂબરૂ મળી અને માહિતી મેળવતા મહિલાને લાંબા સમયથી બિમારી હોય અને કંટાળી ગયેલ હોય જેથી ફેસબુકમાં આત્મહત્યા બાબતેની પોસ્ટ કરેલ હતી અને બાદમાં ડીલીટ કરી નાખેલ હતી અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસના કાઉન્સેલિંગ બાદ મહિલાએ તેના પરીવારના સભ્યોની હાજરીમાં આવુ પગલુ નહીં ભરે તેમ અને હિંમતભેર આગળનું જીવન જીવવાની ખાતરી આપી હતી.