હિરલબા જાડેજા સાયબર ક્રાઇમ કેસમાં દુબઇ કનેક્શન સાથે આંતરરાષ્ટ્રીય કૌભાંડના સંકેત
અભ્યાસપૂર્ણ પત્રકારત્વ: હિરલબા કેસમાં ‘ખાસ-ખબર’ની આગાહી સાચી પડી: અસલ પત્રકારત્વ શું કહેવાય? ‘ખાસ-ખબર’એ ફરિવાર બતાવ્યું: તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો 100થી 200 કરોડનું બેનામી ટ્રાન્ઝેક્શન બહાર આવે તેવી શક્યતાઓ
- Advertisement -
અગાઉ કહેલું સાચું નીવડ્યું! ‘ખાસ-ખબર’ ફરી મોખરે
હિરલબા કેસમાં ‘ખાસ ખબર’નું વિશ્લેષણ સાબિતીભર્યું ઠર્યું!
ખાસ-ખબર’ની આગામવાણી ફરીવાર સાચી સાબિત થઈ!
વિશ્વાસપૂર્વક સમાચાર પ્ર:તુત કરનાર મિડીયા તરીકે ખાસ ખબર આજે પોરબંદર સહિત રાજ્યભરમાં વાચકોમાં વિશેષ સ્થાન ધરાવે છે. ‘ખાસ-ખબર’ પત્રકારિતાની નેમ અને નજર સાથે કાયદાકીય મામલાઓ પર તટસ્થ અને ઝડપી રિપોર્ટિંગ માટે જાણીતું રહ્યું છે. હિરલબા જાડેજા સાથે જોડાયેલા અપહરણ અને ખંડણીના ચકચારી કેસમાં “ખાસ-ખબર” મે મહિનામાં અગાઉ વિશ્લેષણાત્મક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં હિરલબાની સંડોવણી, શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેક્શન્સ અને સાયબર ક્રાઇમની માયાજાળની પૂરેપૂરી આગાહી કરવામાં આવી હતી. આમ, ‘ખાસ-ખબર’ પત્રકારિતાની વિશ્વસનીયતા અને સામાજિક જવાબદારીનું વધુ એક જીવંત ઉદાહરણ બની રહ્યું છે.