એક એકટરમાંથી નેશનલ હિરો બનતાં પહેલાં સોનુ સુદની મનોદશા અને મનોસંવેદનાની વાત કરતું લાજવાબ પુસ્તક: આઈ એમ નો (ઈશા) મસીહા સોનુ સુદના અચિવમેન્ટ
શાહનામા
– નરેશ શાહ
- ઘર ભેજો અભિયાન પછી ફિલ્મોનો આ વિલન લોકોના હૃદયમાં ખરેખરો હિરો બની ગયો છે
- આંધ્રપ્રદેશની શરતચં આઈએએસ એકેડેમીએ સોનુ સુદ ડિપાર્ટમેન્ટ ઓફ આર્ટસ એન્ડ હ્યુમીનિટીઝ શરૂ ર્ક્યો છે.
- હૈદરાબાદના કોંડાપુર અને તેલંગણાના એક ગામમાં સોનુ સુદની મૂર્તિ સ્થાપિત કરીને મંદિર બનાવાયાં છે
- સોનુ સુદ વિદેશી ફિલ્મો ઉપરાંત હિન્દી, ઉર્દુ, તામિલ, તેલુગુ અને ક્ધનડ જેવી પાંચ ભારતીય ભાષાની ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે
- અભિનેતા ઉપરાંત સોનુ સુદ ફિલ્મ નિર્માતા, હોટેલિયર અને રિઅલ એસ્ટેટનો બિઝનેસ પણ કરે છે.
- 2018માં લીધેલી ચાર માળની ઈમારતને તેણે (પિતાનું નામ) શક્તિ સાગર આપ્યું છે એ બિલ્ડીંગ તેણે કોવિડ માટે રાજય સરકારને આપી દીધું હતું
- ઈન્ડિયન ઈન્સ્ટીટયૂટ ઓફ હ્યુમન બ્રાંડસે સોનુ સુદને તેના કામ માટે પ્રથમ ક્રમે મૂક્યો હતો. અક્ષ્ાયકુમાર અને અમિતાભ બીજા-ત્રીજા નંબર પર હતા
એક સેલિબ્રિટી તરીકે સોશ્યલ મીડિયા પર સુરક્ષ્ાિત રહો અથવા તો અપને હાથ ધોઈએ એવું લખી-લખીને સંતોષ માની લેવા માટે મારો આત્મરામ સમંત નહોતો. હું એ વાતનો દિલાસો લેવા માટે પણ તૈયાર નહોતો કે જુદા-જુદા વિડીયો મૂકીે લોકોને સલાહો આપ્યા કરું કે (ઘરમાં જ રહીને) કંઈ રીતે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ તેમજ પ્રસન્ન રહી શકાય છે…
- Advertisement -
સચ્ચાઈ એ છે કે સોનુ સુદને લોકડાઉન દરમિયાન જે વાતો આશ્ર્વાસન નહોતી આપી શકી, એ બધું જ આપણે ઘરમાં બેઠાં-બેઠાં ર્ક્યું પરંતુ સોનુ સુદને ઠાલાં રસ્તા નહિ, પણ કશુંક નક્કર કરવું હતું. બીજું કશું જ ન થઈ શકે તો કમ સે કમ રરમી માર્ચ, ર0ર0થી દેશભરમાં કડકપણે લાગુ કરાયેલાં લોકડાઉનમાં રસ્તા પર આવી ગયેલા લોકોની આંતરડી તો ઠારવી જ જોઈએ, એવા મનસુબા સાથે સોનુ સુદ 1પ એપ્રિલ ર0ર0 ના દિવસે થાણાના કાલવા ચોક ખાતે પહોંચ્યો ત્યારે તેની સાથે એક મિત્ર અને ટ્રક ભરીને ફૂડ પેકેટ હતા પણ…
નજર સામેનું વાસ્તવ જોઈને કહો કે, ફિટનેશ-પ્રેમી સોનુ સુદ અંદરથી હચમચી ગયો. મુંબઈમાં રોજીરોટી માટે આવીને વસેલાં હજારો પ્રવાસી (મજૂરો) કામદારોની જાણે એ હિજરતી વસાહતી હતી. લોકો પરિવાર અને માલસામાન સાથે કિડિયારાંની જેમ ઉભરાયાં હતા. એ દિવસે સોનુના દિમાગમાં એવી ગણતરી હતી કે લોકોને બે ટંકનું ખાવાનું મળી રહે એ રીતે ફૂડ પેકેટનું વિતરણ કરીને (કોવિડ મહામારીમાં) તેમની આંતરડી ઠારીશું પણ સેંકડો લોકો તેમની પાસે દશ દિવસ ચાલે તેટલાં ફૂડ પેકેટની માંગણી કરવા લાગ્યા.
સોનુ સુદ કારણ જાણ્યું તો તેના ભાગે હેબતાઈ જવાનું આવ્યું. લોકો દશ દિવસનું રાશન એટલા માટે માંગી રહ્યા હતા કે, તેઓ પરિવાર-બચ્ચાં-પત્ની-વૃદઘ માતા-પિતા સાથે પગપાળા મુંબઈથી કર્ણાટક જવા માંગતા હતા, જયાં ચાલીને પહોંચતા દશ દિવસ થવાના હતા
- Advertisement -
સોનુ સુદ આઈ ઓમ નો મસીહ (હું મસીહા નથી ) પુસ્તકમાં લખે છે કે, આપણા જીવનમાં બે મહત્વપૂર્ણ દિવસ હોય છે. એક, આપણે જન્મીએ છીએ તે દિવસ. બીજો એ દિવસ કે જયારે આપણને અહેસાસ થાય કે આપણે શા માટે જન્મ્યા છીએ મારા માટે 1પ એપ્રિલ, ર0ર0 નો દિવસ બોધિદિન હતો. જાણે મને જીવનના ખરો ઉેશ મળી ગયો હતો
જી, તમે બરાબર સમજયાં છો કે આપણે કોવિડ-એપેડેમિક દરમિયાન પોતાના નિસ્વાર્થ કાર્ય થકી નેશનલ હિરો નું બિરૂદ અને આદર પામનારા સોનુ સુદ અને તેના નવા પુસ્તકની વાત કરી રહ્યાં છીએ. જાન્યુઆરી, ર0ર1માં જ મીના કે. ઐય્યર સાથે મળીને સોનુ સુદે લખેલું પુસ્તક આઈ એમ નો મસીહ નેચરલી, બેસ્ટ સેલર બની ચૂક્યું છે. બહુ ગાજેલી, ચર્ચાયેલી વાતો વિશે એવી કોમન મેન્ટાલિટી ક્રિએટ થઈ જતી હોય છે કે, જે-તે વ્યક્તિ, પ્રવૃતિ, કાર્ય કે કૌભાંડ વિષે આપણે બધું જ જાણીએ છીએ પણ એ માત્ર આપણો ભ્રમ હોય છે. આઈ એમ નો મસીહ – વાંચો છો ત્યારે સમજાય છે કે પ્રથમ ત્રણ લોકડાઉન દરમિયાન એક લાખથી વધુ પ્રવાસી કામદારોને કર્ણાટક, બંગાળ, ઉતરપ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા વિવિધ રાજયોમાં રવાના કરીને હેમખેમ પહોંચાડવામાં કેટલી વીસે સો થઈ છે. પ્રવાસી કામદારોને તેમના ઘરે મોકલવાનું શરૂ થયું, એ સાથે જ સોનુ સુદ આવી તમામ રસ્તે રઝળતી વારતાઓ માટે મસીહા બની ગયો. લાચાર લોકો સરકાર કરતાં સોનુ સુદ પર વધુ ભરોસો કરવા લાગ્યા, તેનો પુરાવો આ આંકડા, જે ખુદ સોનુ સુદે ટવિટ ર્ક્યા હતા : 1137 ઈમેઈલ, 19000 ફેસબુક મેસેજ, 481ર ઈન્સ્ટાગ્રામ મેસેજ, 6741 ટવિટર મેસેજ… સોનુ સુદને ર0 ઓગસ્ટ, ર0ર0 ના દિવસે મળ્યા હતા.
આઈ એમ નો મસીહ – સોનુ સુદનું પુસ્તક બેસ્ટ સેલર ઉપરાંત પ્રેરણાદાયી પણ ગણાવાઈ રહ્યું છે. બેશક, એ છે જ પરંતુ મને લાગે છે કે આ પુસ્તક એથી કંઈક ગણું વધારે છે. પુસ્તકમાં સ્પેશ્યિલ ટ્રેન, ચાર્ટર્ડ ફલાઈટથી લઈને સોનુ સુદ સાથે ખભેખભો મિલાવીને કામ કરનારાંની વાતો અને અમુક હૃદયસ્પર્શી કિસ્સાઓ પણ છે. જો કે સૌથી રસપ્રદ સોનુ સુદે લખેલી પુસ્તકની પ્રસ્તાવના છે. એકાદ નાનું પુસ્તક બની જાય એટલા (સાંઈઠ પાના) ની સોનુ સુદે બાંધેલી ભૂમિકા એટલી રસાળ અને અસરદાર રીતે લખાઈ છે કે, વાંચતી વખતે આપણી સામે ફરી લોકડાઉનના એ કાળમુખા દિવસો ફરી તાજા થઈ જાય. સોનુ સુદે પ્રવાસી કામદારોને તેમના ઘેર-વતન મોકલવાની મુહિમ મુંબઈથી શરૂ કરી ત્યારે તમારો આ નાચીઝ પણ મુંબઈમાં જ હતો. મહારાષ્ટ્ર ત્યારે (અને આજે પણ) કોવિડ સંક્રમણમાં અવ્વલ નંબર પર હતું એટલે બીજા રાજયો પ્રવાસી કામદારોને આવકારવા તૈયાર નહોતા. સોશ્યલ ડિસ્ટન્સીંગને કારણે અડધી કેપિસિટી સાથે લકઝરી બસ રવાના થતી, જેનો બસ દીઠ ખર્ચ પાંસઠ હજારથી બે લાખ આપતો. આ રીતે નીકળેલી લકઝરી બસના પ્રવાસીઓને લાંબા રૂટ દરિમયાન પેશાબ-પાણી અને નાસ્તાની સુવિધા મળે એટલે સોનુ સુદની ઘર ભેજો ટીમના મેમ્બર આગોતરાં આયોજન અને વિનવણીથી ઢાબા માલિકોને ઢાબા ચાલુ રાખવા સમજાવતાં. ધીમે ધીમે તો સોનુ સુદના મુંબઈ નિવાસસ્થાને પણ પ્રવાસી કામદારો આવવા લાગ્યાં. અભણ લોકો અટવાણાં હોય તો સહૃદયી લોકો તેમના વતી ટવિટ-મેઈલ કરીને સોનુ સુદને જણાવતાં અને…
સોનુ સુદના ઘર ભેજો અભિયાનથી પ્રભાવિત થઈને ઉદઘવ ઠાકરે, મહારાષ્ટ્રના ગવર્નરે સામે ચાલીને સોનુને મળવા બોલાવ્યો હતો. પંજાબના મુખ્યમંત્રીએ મોગા (સોનુનું વતન) બોય માટે પ્રાઉડ ફિલિંગની ટવિટ કરી હતી તો પ્રિયંકા ગાંધીએ સામે ચાલીને સોનુ સુદને ફોન કરીને ગમે તે મદદ માટે તૈયારીનો સધિયારો આપ્યો હતો. જો કે પુસ્તકમાં સોનુ સુદ લખે છે કે (અત્યારે તો) મારો રાજનિતીમાં જવાનો કોઈ વિચાર નથી…