ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
એશિયાટીક સિંહોની સલામતી માટે માનનીય હાઈકોર્ટ ગુજરાતના આદેશ મુજબ કાંસિયાનેશ-સાસણગીર અને જૂનાગઢ-બીલ્ખા સેક્શનમાં રાત્રિ દરમિયાન ટ્રેનો ચલાવવાની નથી. હાલમાં દેલવાડા-જૂનાગઢ અને જૂનાગઢ-અમરેલી તેમના ગંતવ્ય સ્થાને અનુક્રમે 20.20 કલાકે અને 20.30 કલાકે પહોંચે છે. તેમના સમયમાં સુધારો થાય અને મીટરગેજ પર ચાલતી તમામ ટ્રેનો સમયસર દોડે તે હેતુથી ભાવનગર ડિવિઝનની મીટરગેજ પર દોડતી 10 ટ્રેનોના સમયમાં 07.10.2024થી ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારની એક યાદીમાં જણાવ્યું છે
- Advertisement -
કાંસિયાનેશ-સાસણગીર અને જૂનાગઢ-બીલ્ખા સેક્શનમાં રાત્રિ દરમિયાન ટ્રેનો ચલાવવાની નથી
1 વેરાવળ-દેલવાડા વેરાવળથી તેના વર્તમાન નિર્ધારિત સમય 15.45 કલાકના બદલે 14.05 કલાકે એટલે કે 1 કલાક 40 મિનિટ વહેલા ઉપડશે અને વર્તમાન નિર્ધારિત સમય 18.55 કલાકને બદલે 17.50 કલાકે દેલવાડા સ્ટેશન પહોંચશે.
2 દેલવાડા-જૂનાગઢ દેલવાડા સ્ટેશનથી 14.00 કલાકને બદલે 11.30 કલાકે ઉપડશે એટલે કે તેના વર્તમાન નિર્ધારિત સમય કરતાં 2 કલાક 30 મિનિટ વહેલા ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને વર્તમાન નિર્ધારિત સમય 20.20 કલાકને બદલે 18.25 કલાકે પહોંચશે.
3 અમરેલી-વેરાવળ અમરેલી સ્ટેશનથી તેના વર્તમાન નિર્ધારિત સમય 08.50 કલાકના બદલે 06.30 કલાકે ઉપડશે એટલે કે 2 કલાક 20 મિનિટ વહેલા અને 13.50 કલાકના વર્તમાન નિર્ધારિત સમયને બદલે 11.40 કલાકે વેરાવળ સ્ટેશને પહોંચશે.
4 અમરેલી-જૂનાગઢ અમરેલી સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 06.30ના બદલે 07.10 વાગ્યે ઉપડશે એટલે કે 40 મિનિટ મોડી અને જૂનાગઢ સ્ટેશને તેના વર્તમાન નિર્ધારિત સમય 10.10ને બદલે સવારે 11.10 વાગ્યે પહોંચશે.
5 જૂનાગઢ-દેલવાડા જૂનાગઢ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 07.20 કલાકના બદલે 08.40 કલાકે ઉપડશે એટલે કે 1 કલાક 20 મિનિટ મોડી અને તેના વર્તમાન નિર્ધારિત સમય 13.10 કલાકને બદલે 15.25 કલાકે દેલવાડા સ્ટેશન પહોંચશે.
6 વેરાવળ-અમરેલી વેરાવળ સ્ટેશનથી 13.00 કલાકને બદલે 13.25 કલાકે એટલે કે 25 મિનિટ મોડી ઉપડશે અને તેના વર્તમાન નિર્ધારિત સમય 18.05 કલાકને બદલે 18.40 કલાકે અમરેલી સ્ટેશન પહોંચશે.
7 જૂનાગઢ-અમરેલી જૂનાગઢ સ્ટેશનથી 17.40 કલાકને બદલે 14.05 કલાકે એટલે કે 3 કલાક 35 મિનિટ વહેલા ઉપડશે અને તેના વર્તમાન નિર્ધારિત સમય 21.30 કલાકને બદલે 18.05 કલાકે અમરેલી સ્ટેશને પહોંચશે.
8 વેરાવળ-અમરેલી વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 09.40 કલાકે ઉપડશે પરંતુ તેના વર્તમાન નિર્ધારિત સમય 14.45 કલાકને બદલે 15.00 કલાકે એટલે કે 15 મિનિટ મોડી અમરેલી સ્ટેશને પહોંચશે.
9 અમરેલી-વેરાવળ અમરેલી સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 12.10 કલાકના બદલે 12.25 કલાકે એટલે કે 15 મિનિટ મોડી ઉપડશે અને તેના વર્તમાન નિર્ધારિત સમય 17.20 કલાકને બદલે 17.25 કલાકે વેરાવળ સ્ટેશન પહોંચશે.
10 દેલવાડા-વેરાવળ દેલવાડા સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 08.15 કલાકને બદલે 08.00 કલાકે એટલે કે 15 મિનિટ વહેલા ઉપડશે અને વર્તમાન નિર્ધારિત સમય 11.15 કલાકને બદલે 11.20 કલાકે વેરાવળ સ્ટેશને પહોંચશે.