ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી જતી હોય શહેરમાં લગાવેલ રાજકીય પક્ષોના પ્રચાર સાહિત્યને દૂર કરવામાં આવેલ છે. આ અંગે આદર્શ ચૂંટણી આચાર સંહિતા અમલીકરણ અધિકારી,જૂનાગઢ શહેર જયેશભાઇ વાજાએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની યોજાનાર ચૂંટણીની 3 નવેમ્બરે જ ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પણ અનેક જગ્યાએ રાજકીય પક્ષોએ પ્રચાર સાહિત્ય લગાવેલ હોય તેને દૂર કરવા ટીમને કામે લગાડાઇ હતી.આ માટે રેવન્યુ ટેક્ષ શાખા, સેનીટેશન શાખા, બાંધકામ શાખા અને સ્ટ્રીટ લાઇટ શાખાના મળી 30થી વધુ કર્મીઓને કામગીરી સોંપાઇ હતી. ટીમે પબ્લીક પ્રોપર્ટીમાં લગાવેલ 15 હોર્ડિંગ્સ, 375 જાહેરાતના બોર્ડ તેમજ 2 કટઆઉટ દૂર કર્યા હતા. જ્યારે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં 65 વોલ પેઇન્ટિંગ અને 10 બેનરો- હોર્ડિંગ્સને દૂર કર્યા હતા.આમ, પબ્લીક પ્રોપર્ટીમાંથી કુલ 392 અને પ્રાઇવેટ પ્રોપર્ટીમાંથી 75 મળી કુલ 470 પ્રચાર સાહિત્યને દૂર કરવામાં આવેલ છે.
જૂનાગઢ આચારસંહિતા લાગુ થતા તંત્ર હરકતમાં આવ્યું
