શિક્ષણમંત્રીએ શાળાઓ શરૂ કર્યાના અઠવાડિયા પહેલાંનો સમય ન આપ્યો
અચાનક શાળાઓ કેમ શરૂ કરાઈ? અનેક તર્ક-વિતર્ક
ખાસ-ખબર સંવાદદાતા
જો કે આજથી શરૂ થતી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ઓછા પ્રમાણમાં જોવા મળી હતી. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગઈકાલે સુરતમાં ધો. 1થી 5ના વર્ગો શાળામાં શરૂ કરવાની અચાનક જ જાહેરાત કરી હતી, ત્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની હાજરી નોંધપાત્ર બની હતી પણ એ ઓછી સંખ્યામાં હતી. આમ અચાનક વર્ગો શરૂ કરાતા અનેક તર્ક-વિતર્કો શરૂ થયા હતા.
રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં આજથી અચાનક ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શાળા શરૂ થઈ છે. કોરોના કાળના કારણે છેલ્લાં દોઢથી પોણા બે વર્ષ જેટલા સમય ગાળાથી નાના ભૂલકાઓ માટે ઓફલાઈન એજ્યુકેશન બંધ હતું ત્યારે આજરોજ નાના ભૂલકાઓનું ફૂલ અને ચોકલેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા સંચાલકોએ કોરોનાની ગાઈડલાઈનનું પણ ચુસ્તપણે પાલન કર્યું હતું. આ ઉપરાંત એક વર્ગમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે અને વાલીઓના સંમતિપત્રક બાદ જ ભૂલકાઓને ક્લાસમાં બેસાડવામાં આવશે.
- Advertisement -
આમ વાલીઓ કે શાળાના સંચાલકોની સાથે ચર્ચા કર્યા વિના જ સરકારે આ નિર્ણય લેતાં વાલીઓ અને શાળા સંચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે શાળા શરૂ કરતાં પહેલાં એક અઠવાડિયાનો સમય આપવામાં આવતો હોય છે. પરંતુ આવા અચાનક નિર્ણયથી વાલીઓ અને શાળા સંચાલકોમાં મુશ્કેલી ઉભી થઈ છે.