– નિફ્ટી 16000ને પાર
સપ્તાહના છેલ્લાં ટ્રેડિંગ દિવસે શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 773.08 પોઈન્ટ અથવા 1.46% વધીને 53565.31 પર અને નિફ્ટી 240.40 અંક અથવા 1.52% વધીને 16049.80 પર ખુલ્યો. લગભગ 1547 શેરમાં તેજી આવી છે, 257 શેરમાં ઘટાડો આવ્યો છે અને 64 શેરમાં કોઇ જ ફેરફાર નથી થયા. JSW સ્ટીલ, હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને હીરો મોટોકોર્પ નિફ્ટીમાં પર ટોપ ગેનર રહ્યાં. ભારતીય રૂપિયો શુક્રવારના રોજ 77.72 ના મુકાબલે 23 પૈસા વધીને 77.49 પ્રતિ ડૉલર પર ખુલ્યો.
- Advertisement -
સેન્સેક્સના તમામ શેર લીલા નિશાનમાં
ટાટા સ્ટીલ, એસબીઆઈ, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ભારતી એરટેલ, ટાઇટન, એચયુએલ અને એલએન્ડટી પ્રત્યેક 1.7-3% વધવા સાથે સેન્સેક્સના તમામ શેરો ઉંચા સ્તરે ખુલ્યા હતા. વ્યાપક બજારોમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.7 ટકા સુધી વધ્યા.
eMudhra IPO આજે ખુલશે
- Advertisement -
સૌથી મોટા લાઇસન્સ પ્રાપ્ત પ્રમાણિત ઓથોરિટી eMudhra ની પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) આજે, 20 મેના રોજ ખુલશે. ઇ-મુદ્દા (eMudhra) ના IPOનું મૂલ્ય બેન્ડ 413 કરોડ રૂપિયા IPO એકત્ર કરવા માટે પ્રતિ શેર રૂ. 243 થી રૂ. 256 પ્રતિ શેર વચ્ચે નક્કી કરવામાં આવ્યો છે.
Sensex surges over 900 points in early trade, currently at 53,697; Nifty trading at 16,101
— ANI (@ANI) May 20, 2022