રાજકોટમાં 12 કલાકમાં 12 ઇંચ, ભારે વરસાદથી કચ્છના 467 રસ્તા બંધ
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં ચોમાસુ જામ્યું છે. જૂન મહિનામાં સરેરાશ અઢી ઇંચ વરસાદની સામે જુલાઇના 12 દિવસમાં જ સરેરાશ 12 ઇંચ વરસાદ થયો છે. રાજ્યમાં સરેરાશ વરસાદની સામે અત્યાર સુધી કુલ વરસાદ 43 ટકા થયો છે.
ગત વર્ષે અત્યારના સમય સુધી રાજ્યમાં 17.70 ટકા વરસાદ થયો હતો. ગત વર્ષ કરતાં આ સમય સુધી 25 ટકા વધારે વરસાદ છે. છેલ્લા 10 દિવસમાં 33 ટકા વરસાદ થયો છે. 2015થી આજ સુધી આ સમય દરમિયાનનો આ સૌથી વધારે વરસાદ છે. 2020માં 12મી જુલાઇ સુધી 30 ટકા વરસાદ થયો હતો. રાજ્યમાં જળાશયોમાં 6 દિવસમાં જળસંગ્રહમાં 9 ટકા વધારો થયો છે. રાજ્યના 15 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ થયો છે. 37 તાલુકાઓમાં 20થી 40 ઇંચ સુધી વરસાદ થયો છે.
- Advertisement -
છેલ્લા 8 વર્ષનો જુલાઇ મહિનાના વરસાદના આંકડાઓ જોઇએ તો, 2017માં સૌથી વધારે વરસાદ 525 મીમી જુલાઇ મહિનામાં થયો હતો. હાલમાં 12મી તારીખ સુધી જ 300 મીમી વરસાદ થઇ ગયો છે અને હજૂ વરસાદની સંભાવનાને પગલે 2017નો રેકોર્ડ તૂટી શકે છે. રાજ્યમાં 13 જળાશયો સંપૂર્ણ ભરાઇ ગયા છે.અન્ય 13 જળાશયો 80 ટકાથી વધુ ભરેલા છે.
15 તાલુકામાં 40 ઇંચથી પણ વધારે વરસાદ, નર્મદા ડેમમાં પાણીનો જથ્થો 48%
રાજ્યના 15 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ થયો છે. 37 તાલુકાઓમાં 20થી 40 ઇંચ સુધી વરસાદ થયો છે. રાજ્યના જળાશયોમાં 46 ટકા જળસંગ્રહ છે. સરદાર સરોવરમાં 48 ટકા પાણીનો જથ્થો છે અને હાલમાં જળસપાટી 117 મીટરથી વધારે છે. વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઇ રહી છે. ગત 5 જુલાઇ સુધી રાજ્યના જળાશયોમાં જળસંગ્રહ 37 ટકા હતો જે વધીને હવે 46 ટકા થયો છે.
કચ્છમાં ગત વર્ષ કરતાં 58% વધુ વરસાદ
- Advertisement -
ઝોન 2022 2021 ફેરફાર
ઉત્તર 23.43 16.69 7
મધ્ય 35.86 17.71 18
દક્ષિણ 52.38 18.37 34
ઝોન 2022 2021 ફેરફાર
કચ્છ 75.2 18.31 58
સૌરાષ્ટ્ર 43.75 16 30
રાજ્ય 42.72