જૂનાગઢમાં યુવાનની હત્યા નજીવી બાબતે બોલાચાલી બાદ છરીના ચાર ઘા માર્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં ધરારનગરમાં ગત મોડી રાત્રે સામાન્ય પરિવારના જયેશ પાતર નામના યુવકની હત્યાની ઘટના બની હતી.હત્યાનો બનાવ બનતા એલસીબી એસ.ઓ.જી અને એ ડિવિઝન સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતા. મૃતકની માતાએ પોલીસ ફરિયાદમાં વોર્ડ 15 ના કોર્પોરેટર જીવા સોલંકીના પુત્ર હરેશ સોલંકીએ ઘરે આવીને છરીના ઘા મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. હત્યાના સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમસેટ્ટીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હત્યાનો સમગ્ર મામલો નજીવી બોલાચાલી અને ગાળાગાળી થયા બાદ હરેશ સોલંકીએ જયેશ પાતરને છરીના ચાર ઘા મારી દેવતા મોત થયું હતું.હત્યાની ઘટના બાદ આરોપીનું નામ સામે આવતા અલગ અલગ ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.હરેશ જીવા સોલંકીને થાણા પીપળીથી ઝડપી લેવામાં આવ્યો હતો.આરોપીને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી સાથે હત્યામાં હજુ કોઈ સામેલ છે કે નહિ તેની જીણવટ ભરી તપાસ કરવામાં આવશે.