ટિયર-3 શહેરોમાં ઓર્ડર વોલ્યૂમની દૃષ્ટિએ 65 ટકાનો નોંધપાત્ર ગ્રોથ
ખાસ-ખબર સંવાદદાતા
દેશના ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ઇ-કોમર્સ સેક્ટરમાં ઝડપી વૃદ્ધિને કારણે દેશના ઑનલાઇન રિટેલ માર્કેટનું કદ વર્ષ 2022ના 70 અબજથી વધીને વર્ષ 2030 સુધીમાં 325 અબજને આંબશે તેવી શક્યતા ડેલોઇટ ઇન્ડિયા રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. આગામી દાયકામાં રિટેલ સેક્ટર ઑફલાઇન સેક્ટરને 2.5 ગણી ઝડપે આંબી જશે. આ રિપોર્ટમાં કરવામાં આવેલું અનુમાન ટિયર-2 અને ટિયર-3 શહેરોના ઇકોમર્સમાં જોવા મળેલા ઝડપી ગ્રોથને કારણે છે જેનું પ્રદર્શન ઓડર્સની દૃષ્ટિએ ટિયર-1 માર્કેટ કરતાં પણ સારું રહ્યું હતું.
- Advertisement -
વર્ષ 2022માં કુલ ઓર્ડરમાં આ શહેરોનો હિસ્સો 60 ટકા હતો, જ્યારે ટિયર-3 શહેરોમાં ઓર્ડર વોલ્યૂમની દૃષ્ટિએ 65 ટકાનો નોંધપાત્ર ગ્રોથ જોવા મળ્યો હતો તેમજ ટિયર-2 શહેરોમાં પણ 50% જેટલો ગ્રોથ નોંધાયો હતો. ઑનલાઇન રિટેલ સેક્ટરમાં કેટલાક પરિબળોને કારણે વૃદ્ધિ જોવા મળી છે. જેમાં ઓર્ડર કરવાની અને રિટર્ન આપવાની સુવિધા, 19,000 પિન કોડ્સમાં ફેલાયેલા મજબૂત લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.