દિલ્હીનું શિક્ષણ સુધરવાને બદલે કથળ્યું છે : સુજીત પટેલ અને RPS ગ્રુપ દ્વારા થયેલી સંખ્યાબંધ RTIનાં તેમને મળેલાં જવાબને આધારે લાવ્યું છે
એક્સક્લુઝિવ અહેવાલ વિશેષ
– મહેશ પુરોહિત
અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ દિલ્હી એજ્યુકેશન મોડેલનાં આધારે દેશ-દુનિયામાં જે પ્રસિદ્ધિ મેળવી રહી છે તે પાછળ માત્રને માત્ર જૂઠ અને જાહેરાત જવાબદાર છે. વાસ્તવિકતામાં દિલ્હી એજ્યુકેશન મોડેલ જૂઠ અને જાહેરખબરોના પાયા પર ચણાયેલી ખોખલી ઈમારત છે અને એ ઈમારતના છાપરે ચઢી આપનું પાપ પોકારી ઉઠ્યું છે. ફેક્ટ્સ-ફિગર્સ અને તથ્યો-સત્યો સાથે ખાસ ખબરનોનો દેશ-દુનિયામાં ખળભળાટ મચાવતો કેજરીવાલ સરકાર – આમ આદમી પાર્ટીનાં દિલ્હી એજ્યુકેશન મોડેલ ફેક-ફેઈલ હોવાનો એક્સક્લુઝિવ અહેવાલ વાંચો…
- Advertisement -
દિલ્હીનાં ‘એજ્યુકેશન મોડેલ’નો કેજરીવાલ-સિસોદિયાએ ખૂબ પ્રચાર કર્યો, પણ માંહે બધું પોલંપોલ છે!
અરવિંદ કેજરીવાલ – આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી વખતે 2015માં જ્યારે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો ત્યારે તે ચૂંટણી ઢંઢેરાના પોઈન્ટ નં. 19માં વાયદો કરેલો હતો કે, અમે સત્તામાં આવીશું તો દિલ્હીમાં 500 સરકારી શાળા બનાવીશું. પરંતુ 500 સરકારી શાળા તો દૂરની વાત છે આમ આદમી પાર્ટી છેલ્લા પાંચથી છ વર્ષમાં દિલ્હીમાં પૂરી 50 સરકારી શાળાઓ પણ બનાવી શકી નથી. સુજીત પટેલ અને છઙજ – રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન દ્વારા કરવામાં આવેલી એક છઝઈંનાં બદલામાં ચોંકવાનરી વિગતોમાં જાણવા મળ્યું છે કે, દિલ્હીની કેજરીવાલ સરકારનું એજ્યુકેશન મોડેલ જૂઠ અને જાહેરાતો પર જ ટકેલું છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ દિલ્હી એજ્યુકેશન મોડેલ વિશે અફવાઓ ફેલાવી આમ આદમીને મૂર્ખ બનાવી રહ્યા છે. હકીકતમાં દિલ્હીમાં હાલ શિક્ષણની સ્થિતિ અગાઉની સરકાર કરતા પણ વધુ શરમજનક સ્થિતિમાં છે આમ છતાં શિક્ષણની સ્થિતિ સુધારવાને બદલે અબજો રૂપિયાના ખર્ચે જાહેરાતો ખર્ચી કેજરીવાલ – આપ સરકારે બનાવટી દિલ્હી એજ્યુકેશન મોડેલ ઉભું કરી દીધું છે.
- Advertisement -
એક છઝઈંમાં આપવામાં આવેલા આંકડાઓ અને માહિતી અનુસાર 2015થી 2020 સુધી દિલ્હીમાં ફક્ત 27 સરકારી શાળાઓ નવી બની છે! મતલબ ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવેલા વાયદાના 5.4%. એટલે કે 5.4% સફળતા માટે અબજો રૂપિયાની જાહેરાત કરવામાં આવી જ્યારે આટલી જાહેરાતોના ખર્ચમાં તો આવી અગણિત શાળા બની શકે એમ હતી છતાં ઘણા આશાવાદી લોકોને એમ થાય કે 27 તો 27 આટલી સરકારી શાળા તો બની! પરંતુ આ વાર્તા અહીંયા પૂર્ણ થતી નથી કારણ કે અન્ય એક છઝઈંમાં એવી માહિતી માંગવામાં આવી હતી કે, 2015થી 2020 સુધીમાં કેટલી શાળાઓ બંધ થઈ તે જણાવશો. જે છઝઈંના બદલામાં જાણ કરવામાં આવી કે, 16 સરકારી શાળાઓ બંધ કરી દેવાઈ છે. આમ, 27માંથી 16 નવી સરકારી શાળાઓ બાદ કરીએ તો દિલ્હીમાં માત્ર 11 જ નવી સરકારી શાળાઓ દિલ્હીમાં બની છે! આમ આદમી પાર્ટીના 500 સરકારી શાળા બનાવવાના વાયદા સામે માત્ર 11 જ નવી સરકારી શાળાઓ બની છે તેમ કહી શકાય અને આ ટકાવારી મુજબ પોતાનો વાયદો પૂર્ણ કરવામાં આમ આદમી પાર્ટીને 2.2% સફળતા મળી છે.
એકપણ કોલેજ નથી બનાવી શકી કેજરીવાલ સરકાર!
5 વર્ષમાં માત્ર 27 નવી શાળા બની અને 16 બંધ કરી દીધી
આમ આદમી પાર્ટીના મુખિયાઓ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ભારતભરની સૌથી શ્રેષ્ઠ સરકારી શાળાઓ દિલ્હીની હોવાનો દાવો કરે છે અને એ સાથે જ અબજો રૂપિયાની જાહેરખબર આપી જનતા સમક્ષ જૂઠ્ઠાણું ફેલાવે છે. એક છઝઈંમાં થયેલા ખુલાસા મુજબ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પાંચ વર્ષમાં માત્ર 27 નવી શાળાઓ બનાવી અને 16 શાળાઓ બંધ કરી દીધી છે અને આ રીતે જોવા જઈએ તો આમ આદમી પાર્ટીએ 11 જ નવી શાળાઓ ઉમેરી છે. 500 સરકારી શાળાઓ બનાવવાના વાયદા સામે કેજરીવાલ સરકારે માત્ર 2 ટકાની ટકાવારીએ 11 જ નવી સરકારી શાળાઓ બનાવી શકી છે. આ ઉપરાંત કેજરીવાલ સરકાર એકપણ નવી કોલેજ બનાવી શકી નથી. આ દ્રષ્ટિએ પણ દિલ્હીનું એજ્યુકેશન મોડેલ તદ્દન વાહિયાત છે.
દિલ્હી એજ્યુકેશન મોડેલ ફેઈલ : આપ સરકાર નાપાસ
દિલ્હી એજ્યુકેશન મોડેલની દેશભરમાં ખોટી જાહેરાત કરનાર કેજરીવાલની આમ આદમી પાર્ટીનું દિલ્હી એજ્યુકેશન મોડેલ ફેઈલ અને ફેક હોવાનું છઝઈંમાં બહાર આવ્યું છે. આમ આદમી પાર્ટી સરકાર દ્વારા છઝઈંમાં આપવામાં આવેલા વિવિધ આંકડાઓ ચોંકાવનારા અને આમ આદમી પાર્ટીની પોલ ખોલનારા છે. દિલ્હી એજ્યુકેશન મોડેલ ફેઈલ, ફેઈક અને આપ સરકાર નાપાસ એટલે પણ છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કરેલા વાયદા મુજબ નવી શાળાઓ તો નથી ખોલી પરંતુ શિક્ષણનું સ્તર પણ ખાડે ગયું છે.
દિલ્હીની આપ સરકારના રાજમાં સરકારી શાળાઓમાં દર ત્રીજી કે બીજી વ્યક્તિએ એક વ્યક્તિ નાપાસ થાય છે. અગાઉની સરકાર કરતા પણ હાલની સરકારમાં વિવિધ સરકારી શાળાની બોર્ડની પરીક્ષાના પરિણામો કંગાળ આવતા વાલીઓ પોતાના સંતાનોને સરકારી શાળાઓમાંથી ઉઠાવી ખાનગી શાળામાં શિક્ષણ અપાવવા મજબૂર બન્યા છે.