ઓખાથી બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ સુધી આકર્ષક કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ લીલાનાં ચિત્રો ઉપરાંત ગીતાનાં શ્ર્લોકનાં ચિત્રો મૂકાય તેવી શક્યતા
હોટેલ, મોટેલ, રિસોર્ટ, બીચ કેમ્પિંગ, મ્યૂઝીયમ, રેસ્ટોરન્ટ ઉપરાંત અનેક વાણિજય સંકુલોનાં નિર્માણ થવાની આશા બુધાભા ભાટી દ્વારા બેટ-દ્વારકાથી
- Advertisement -
સુપ્રસિદ્ધ બેટ-દ્વારકા મંદિરથી ઓખા વચ્ચે હાલ સિગ્નેચર બ્રિજનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. જેના લીધે બેટ દ્વારકામાં વિકાસની હારમાળા સર્જાય તેવી શક્યતા જણાઈ રહી છે. આ બ્રિજ વર્ષ 2024માં તૈયાર થઈ જશે. સિગ્નેચર બ્રિજનું નિર્માણ બેટ-દ્વારકા માટે સોનેરી સપનાઓની સવારી લઈને આવ્યું છે અને ટુંક સમયમાં આ સોનેરી સપના વાસ્તવિકતામાં પરિણમશે. હોટેલ, મોટેલ, રિસોર્ટ, બીચ કેમ્પિંગ, મ્યુઝીયમ, રેસ્ટોરન્ટ ઉપરાંત અનેક વાણિજય સંકુલોનાં નિર્માણ થવાની આશા સેવાઈ રહી છે. આવનારા સમયમાં આવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને વ્યાપારિક સંકુલો અનેકવિધ રોજગારી ઉભી કરશે. સિગ્નેચર બ્રિજના લીધે બેટ-દ્વારકામાં જમીનોના ભાવમાં વધારો થયો છે. ઓખાથી બેટ દ્વારકા સિગ્નેચપ બ્રિજ સુધી આકર્ષક કૃષ્ણ ભકિત, કૃષ્ણ લીલાનાં ચિત્રો ઉપરાંત ગીતાનાં શ્ર્લોકના ચિત્રો મુકાય તેવી શક્યતા છે.
10 કે 15 વર્ષ અગાઉ બેટ-દ્વારકાની જમીનો વિશે કોઈ પુછનાર નહોતુ જડતું ત્યારે હાલ બેટ-દ્વારકામાં એક ફુટ જમીનો ભાવ પાંચ સો થી પાંચ હજાર બોલાઈ રહ્યા છે. ખેતીની જમીન એક એકરનાં કોઈ 2 કે 3 લાખ આપવા તૈયાર ન હતા, તે જમીનોના આજે એકરના પચાસ લાખથી એક કરોડ બોલાઈ રહ્યો છે. હજુ તો બ્રિજ નિર્માણાધીન છે. જયારે સિગ્નેચર બ્રિજની અસલી ચમક આવશે ત્યારે માત્ર બ્રિજ જોવા દૂર દૂરથી લોકો આવશે એટલે જ સરકારી જમીનો ઉપર જે દબાણ થયેલા હતા તેનું સરકારે ડેમોલિશન કરીને કરોડોની જમીનો ખુલ્લી કરાવી હતી.
બેટ-દ્વારકામાં ભૂમાફિયાને અંકુશમાં રાખવા જરૂરી
બેટ દ્વારકામાં જ્યારે વિશ્ર્વ કક્ષાનો બ્રિજ બને છે અને બેટ જમીન માર્ગે જોડાશે ત્યારે જમીનોની કિંમત સોના જેવી થઈ જશે અને એટલે જ ભૂમાફીયાઓ સક્રિય થઈ ગયા છે. બેટ-દ્વારકાનાં ભવિષ્યનાં વિકાસને નજર સમક્ષ રાખીને ગુજરાતના લેન્ડ ડેવલોપર અને બિલ્ડરો બેટમાં જમીનો લઈ રહ્યા છે. સરકાર તંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબુત રાખશે તો જ ભૂમાફીયાઓ અંકુશમાં રહેશે.
- Advertisement -
સિગ્નેચર બ્રિજ વિશેની માહિતી
-વર્ષ 2017માં આ સિગ્નેચર બ્રિજનું શિલાન્યાસ થયું, ઓખા અને બેટ વચ્ચે નિર્માણાધીન સિગ્નેચર બ્રીજ કેબલ સ્ટેઈડ સી બ્રીજ છે.
-2320 મીટર લંબાઈ અને 27 મીટર પહોંળાઈના બ્રિજની અનેક ખાસિયતો છે. બ્રીજની બન્ને બાજુ 2.5 મીટર પહોંળો ફુટપાથ બનશે
-962 કરોડનાં ખર્ચે બનનાર બ્રિજનું શિલાન્યાસ વડાપ્રધાન મોદીએ કર્યું હતુ અને તે જ ઉદઘાટન કરે તેવી ચર્ચા
સિગ્નેચર બ્રિજ બન્યા બાદ શ્રદ્ધાળુઓ વ્હીકલથી સીધા બેટ-દ્વારકા જઈ શકશે, બેટ ખાતે વિશાળ જગ્યા પર પાર્કિંગની સવલતો ઉભી થઈ રહી છે.