ભારતીયોનો કેનેડા વસવાનો સિલસિલો હવે દુબઇ તરફ શિફ્ટ થઇ રહ્યો છે. ભારતીય ધનવાનો હવે દુબઇમાં 35,500 કરોડ રૂપિયાથી વધુ કિંમતનાં મકાન ખરીદ્યાં.
વર્ષ 2022માં અમીર ભારતીયોએ દુબઇમાં 35,500 કરોડ રૂપિયાથી વધુ કિંમતનાં મકાન ખરીદ્યાં હતાં. આ વર્ષ 2021 કરતા ડબલ રકમ છે. દુબઇમાં ઘર-દુકાનોના ખરીદદારોમાં 40 ટકા ભારતીયો છે, જે મોટાભાગે પંજાબ, દિલ્હી-એનસીઆર, હૈદરાબાદ, સુરત અને અમદાવાદ જેવાં શહેરોમાં રહે છે. બાકી 40 ટકા સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા ભારતીયો છે અને 20 ટકા દુનિયાના બીજા દેશોમાં રહેતા ભારતીયો છે.ભારતીય ધનવાનો હવે દુબઇમાં મકાન, ફ્લેટ ખરીદી રહ્યા છે. આ ટ્રેન્ડનો શ્રેય મે 2019માં લાગુ સંયુક્ત આરબ અમીરાતી ગોલ્ડન વિઝા સ્કીમને આપવામાં આવી રહ્યો છે.
- Advertisement -
સરેરાશ કિંમત 3.6થી 3.8 કરોડની વચ્ચે
દુબઇમાં એક ફ્લેટની સરેરાશ કિંમત 3.6થી 3.8 કરોડની વચ્ચે છે. જો ભાડે લઇએ તો માસિક ભાડું લગભગ 3થી 3.5 લાખ જેટલું થાય છે. કેટલીયે ભારતીય કંપનીઓના સીઇઓ દુનિયાના તમામ મુલ્ક કરતા સારી કનેક્ટિવિટીના કારણે દુબઇમાં ઘર લઇ રહ્યા છે. જોકે કોવિડ પ્રતિબંધો વખતે 2020-21માં દુબઇના પ્રોપર્ટી માર્કેટમાં ભારે ઘટાડો થયો હતો. જોકે ગયા વર્ષે તેણે ઊંચી છલાંગ લગાવીને ફરીવખત 2015-16ના લેવલના શિખરોને સ્પર્શી લીધું છે.
- Advertisement -
23 દેશોમાં ગોલ્ડન વિઝા સ્કીમ
દુબઇ ઉપરાંત કેનેડા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ગ્રીસ, સિંગાપોર, તુર્કી, જર્મની, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ વગેરે સહિત લગભગ 23 દેશોમાં લગભગ આવી જ ગોલ્ડન વિઝા સ્કીમ લાગુ છે. જોકે ભારતીઓની હાલની પસંદ દુબઇ છે. આમિર ભારતીયોની દુબઇમાં વસવાટ કરવાની ગતિ વધી છે. છેલ્લા બે-અઢી વર્ષ દરમિયાન દુબઇમાં ભારતનું એક નવું શહેર બની ગયું છે.
કારણ શું?
લોકડાઉન બાદથી તો દેશ-દુનિયામાં ફરવાની વધી રહેલા પ્રતિબંધોની વચ્ચે દુબઇ એક યોગ્ય ઠેકાણું બનીને ઊભર્યું હતું. લોકડાઉન દરમિયાન ભારતીયોનો થોડા દિવસનો આવાસ ધીમે ધીમે સ્થાયી બની ગયો હતો. કારણ સ્પષ્ટ હતું કે આવા સમયે જ્યારે દુનિયાના મોટાભાગના દેશોએ બહારના લોકો માટે દરવાજા બંધ કરી દીધા હતા ત્યારે સંયુક્ત આરબ અમીરાતે પૈસાદાર વિદ્યાર્થીઓ, ડોક્ટર્સ, કેટલાક અન્ય પ્રોફેશનલ્સ વિદેશીઓને આમંત્રિત કરીને લાલ જાજમ બિછાવી હતી. દુબઇ વસવાટના અન્ય કારણો પણ છે. ત્યાં સાફ-સફાઇ એટલી છે કે ત્યાંના રસ્તાઓ પર પગમાં ચંપલ પહેર્યા વગર પણ ચાલી શકાય છે. આબોહવા મૂડ અને આરોગ્ય બંનેને ખુશનુમા બનાવે છે. માત્ર એક લાખ કરતાં ઓછા ખર્ચમાં ભારતથી દુબઇ અને દુબઇથી ભારત અવર જવર કરી શકાય છે. યુરોપીય દેશો અને અમેરિકાની સરખામણીમાં દુબઇમાં ધનવાન ભારતીઓને વસવાની અનેક સગવડો પણ છે. અહીં ઘરેલુ કામકાજ માટે નોકર પણ સરળતાથી મળી શકે છે.
2019માં દુબઇએ ગોલ્ડન વિઝા સ્કીમ લાગુ કરી
લેગો-લેન્ડ, નવા નવા મ્યુઝિયમ્સ-મોલની વચ્ચે ઓછું અંતર, ખુશનુમા આબોહવા અને સોમવારથી શુક્રવારના વર્ક કલ્ચરે ભારતીયનાં દુબઇ આકર્ષણને હવા આપી હતી. આ પહેલાં મે ૨૦૧૯માં દુબઇએ ગોલ્ડન વિઝા સ્કીમ લાગુ કરી તો આગામી છ મહિનામાં લગભગ 2500 વિદેશીઓએ તેને અપનાવી લીધી.