સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેના માથા પરનું ટેટૂ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
શાહરૂખ ખાનની એક્શન ફિલ્મ ‘જવાન’ હાલ સતત ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનો પ્રીવ્યૂ રિલીઝ કરવામાં આવ્યો હતો. જે દર્શકોએ ખૂબ વધારે પસંદ કર્યો છે. ગયા મહિનાથી ફેંસમાં આ ફિલ્મને લઈને ખૂબ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
ફિલ્મનો પ્રીવ્યૂ જોયા બાદ સૌથી વધારે ચર્ચા કિંગ ખાનના બોલ્ડ લુકની થઈ રહી છે. ફેંસને શાહરૂખનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જોકે ટ્રેલર જોયા બાદ લોકોના મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે તેમના માથા પર બનેલા ટેટૂમાં આખરે લખેલું શું છે. ફિલ્મ રિલીઝ થયા પહેલા હવે આ વાતનો પણ ખુલાસો થઈ ગયો છે.
The tattoo on #ShahRukhKhan's head from #JawanPrevue is "माँ जगत जननी " = Mother of the world.#Jawan pic.twitter.com/FOBUlxOwOl
— Manobala Vijayabalan (@ManobalaV) July 13, 2023
- Advertisement -
ફોટોથી ખુલ્યો ટેટૂનો રાઝ
સોશિયલ મીડિયા પર કિંગ ખાનનો એક ફોટો સામે આવ્યો છે જેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેના માથા પર શું લખેલું છે. ફોટોમાં જોઈ શકાય છે કે અભિનેતાના માથા પર ‘માં જગત જનની’ લખેલું છે. તેનો મતલબ છે આખા સંસારની માતા.
જણાવી દઈએ કે જવાનનો પ્રીવ્યૂ જોયા બાદ સોશિયલ મીડિયા પર અલગ અલગ અંદાજા લગાવવામાં આવી રહ્યા છે. ફેન થ્યોરીને માનીએ તો ફિલ્મમાં શાહરૂખ ખાનની માતાના રોલમાં દીપિકા જોવા મળશે. ફેંશ અટકળો લગાવી રહ્યા છે કે શાહરૂખના ટેટૂથી ફિલ્મની સ્ટોરીનું કનેક્શન હોઈ શકે છે.