સમગ્ર ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને રાજકોટ શહેરનું તાપમાન દિન પ્રતિદિન વધી રહ્યું છે. ધોમધખતા તડકામાં ધરતીનું અમૃત એટલે કે પાણી મળે ત્યારે સર્વસ્વ મળ્યું હોય તેવું લાગે. ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે, ગરીબ પરિવારના નાના બાળકો એક બીજા માટે ડંકી સીંચીને પાણીની પ્યાસ બુજાવી રહ્યા છે. થોડું દુ:ખદ એ પણ લાગે કે બાળકોના પગમાં ચપ્પલ પણ નથી, પણ આ નાના ભૂલકાઓ આનંદ કિલોલ કરતા એકબીજાને પાણી પીવડાવી રહ્યા છે અને પોતાના પરિવાર માટે પાણીનો કેરબો ભરીને લઇ જઈ રહ્યા છે.