ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં સાબલપુર ચોકડી પાસે પોલીસ ચોકીની બાજુમાં કચરાનાં ઢગલામાં આગ લાગી હતી. આ બાજુનાં કાચા ઝુંપડામાં પહોંચે તે પહેલા તેના પર ફાયર વિભાગે કાબુ મેળવ્યો હતો.
બનવાની મળતી વિગત મુજબ જૂનાગઢનાં સાબલપુર ચોકડી પાસે આવેલી પોલીસ ચોકીનાં બાજુનાં કચરાનાં ઢગલામાં આગ લાગી હતી. આગ ધીમેધીમે આગળ વધી રહી હતી.
- Advertisement -
અહીં બાજુમાં 8 થી 10 કાચા ઝુંપડા આવેલા છે.આગ કાચા ઝુંપડામાં પહોંચે તે પહેલા ફાયરની ટીમ પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પરિણામે આગની લપેટમાં ઝુંપડા આવે તે પહેલા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.