બે મહિલાઓને માથા અને શરીર પર ઈજા, સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાઈ
લીંબડીની જૂની સોસાયટીમાં આવેલા એક મકાનની છત અચાનક તૂટી પડતાં બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. મહિલાઓને માથા અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હતી. બંને ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
- Advertisement -
લીંબડી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, વધુ સારવાર માટે બંને મહિલાઓને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. આ દુર્ઘટના ચોમાસાની મોસમ શરૂ થાય તે પહેલાં જ બની છે, જે સીઝનની પ્રથમ દુર્ઘટના તરીકે નોંધાઈ છે. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળા એકત્ર થયા હતા.