AI અને ChatGTPના ગોડફાધર ગણાતા જ્યોફ્રિ હિન્ટનનું રાજીનામું
ખાસ-ખબર સંવાદદાતા
અઊં-47 મશીનગનની શોધ કરનાર મિખાઇલ ક્લાસનિકોવે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે મને નહોતી ખબર કે મારી શોધ માનવ જીવન પર જોખમ ઊભું કરશે અને માનવોનો જ નાશ મારા શોધેલા હથિયારથી થશે, નહીંતર હું આ શોધ બહાર પાડત નહીં. આવું જ દુખ જ્યોફ્રિ હિન્ટનને થયું છે. અત્યારે બે શબ્દો બહુ ચલણમાં છે, એક-અઈં એટલે આર્ટીફિશિયલ ઇન્ટલિજન્સ અને ચેટ જીપીટી. એના ગોડફાધર છે જ્યોફ્રિ હિન્ટન. એમણે ગુગલમાંથી રાજીનામું આપી દીધું છે અને માણસોને ચેતવ્યા છે કે, અઈં અને ચેટ જીપીટી માનવ માટે જોખમ ઊભું કરશે અને મગજની માહિતીના તમામ સ્તર પાર કરશે. આ મોટું જોખમ છે.
મિખાઇલ ક્લાશનિકોવની જેમ હિન્ટનને પણ પોતાની શોધ પર દુખ થાય છે. ગુગલમાંથી રાજીનામું આપતી વખતે જ્યોફ્રિ હિન્ટને સ્પષ્ટતા પણ કરી કે ગુગલ છોડવાનો નિર્ણય કંપનીની ટીકા કરવાનો નથી પણ તેમની ચિંતા વિશે ખુલીને વાત કરવાનો હતો. ડીપ લર્નિંગ અને ન્યુરલ નેટવર્ક પર ડો. હિન્ટનના સંશોધને આજની લોકપ્રિય અઈં સિસ્ટમ્સનો પાયો નાખ્યો છે. હિન્ટને ઈવફિૠંઙઝ જેવા લોકપ્રિય અઈં બોટ્સનો માર્ગ શોધી કાઢ્યો. તેથી જ તેને આર્ટીફિશિયલ ઇન્ટલિજન્સના ગોડફાધર કહેવામાં આવે છે. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ચેટબોટ્સ ટૂંક સમયમાં માનવ મગજની માહિતીના સ્તરને પાર કરશે. જ્યોફ્રી હિન્ટને કહ્યું, ’આ ક્ષણે આપણે ૠઙઝ-4 જેવી વસ્તુઓ જોઈ રહ્યા છીએ, જે સામાન્ય જ્ઞાનની બાબતમાં સામાન્ય માણસને હરાવી શકે છે. તેમ છતાં તેઓ તર્કની દ્રષ્ટિએ એટલા સારા નથી, પરંતુ તેઓ ચોક્કસપણે સરળ તર્ક કરી રહ્યા છે. તેમણે કહ્યું, ’પ્રગતિના રેશિયોને જોતા, એવી અપેક્ષા છે કે વસ્તુઓ ઝડપથી સુધરશે. તેથી જ આપણે તેની ચિંતા કરવાની જરૂર છે.