ગુજરાતમાં PGમાં 350 જેટલી બેઠકનો વધારો થવાની પૂરેપૂરી શક્યતા
હાલમાં PG મેડિકલમાં કુલ 2158 અને ડીપ્લોમામાં 33 બેઠક ઉપલબ્ધ છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મેડિકલની પ્રવેશ સમિતી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ ખઉ, ખજ, ડિપ્લોમાં, ઈઙજ. અને ખઉજ. કોર્સિસમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. સમિતિ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ તારીખ 23થી 30મી જૂન સુધીમાં ઓનલાઈન પીન ખરીદી રજિસ્ટ્રેશન કરી શકશે.
રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થયાના ત્રણ દિવસ બાદ નિયત હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમાં કરવવા માટેની પ્રક્રિયા 26મીથી શરૂ થશે. જે 1લી જૂલાઈ સુધી ચાલશે.
સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ વખતે ગુજરાતમાં પીજી મેડિકલની અંદાજે 350 જેટલી બેઠકો વધવાની શક્યતા છે. જેના માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આમ કેન્દ્ર સરકારની મંજુરી બાદ આગામી 15મી જુલાઈ આસપાસ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. ઉમેદવારે હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવા માટે અગાઉથી અપોઈમેન્ટ લેવાની રહેશે. ઉમેદવાર પોતાની જાતે, રજિસ્ટ્રેશન પહોંચની પ્રિન્ટ લેતી વખતે અરજી ચકાસણી કરાવવા માટે પોતાની પસંદગીની તારીખ, સમય અને હેલ્પ સેન્ટર પસંદ કરી શકશે.
હાલમાં પીજી-મેડિકલમાં કુલ 2158 અને ડીપ્લોમામાં 33 બેઠક ઉપલબ્ધ છે. જ્યારે પીજી-ડેન્ટલમાં 235 બેઠક ઉપલબ્ધ છે. મેડિકલની ઈન્ટર્નશીપને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હોવાથી પીજી મેડિકલની પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ નહોતી.