કંડક્ટરની પોસ્ટ માટે 3342 જગ્યાઓ પર ભરતી, જેમાં 5 વર્ષ માટે 18,500 રૂપિયા ફિક્સ પગાર
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ૠજછઝઈ)માં ડ્રાઈવર અને કંડક્ટરની ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ૠજછઝઈએ ભરતી માટેની જાહેરાત બહાર પાડી છે અને આ માટેનું નોટિફિકેશન 5 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યું છે. 7 ઓગસ્ટથી ફોર્મ ભરવાની શરૂઆત થઇ રહી છે. આ ભરતીમા અરજી કરવા ઇચ્છૂક હોય નોકરી વાન્છુકોએ 6 સપ્ટેમ્બર પહેલા અરજી કરવાની રહેશે.
- Advertisement -
GSRTC દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, કંડક્ટરની પોસ્ટ માટે 3342 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં 5 વર્ષ માટે 18,500 રૂપિયા ફિક્સ પગાર રહેશે. જેમાં બિન અનામતમાં 872 પુરુષો અને 428 મહિલા, ઇડબલ્યુ એસમાં 338 પુરુષો અને 164 મહિલા, ઓબીસીમાં 572 પુરુષો અને 278 મહિલા, અનુ. જાતિમાં 148 પુરુષો અને 71 મહિલાઓ, અનુ.જન જાતિમાં 317 પુરુષો અને 154 મહિલા જ્યારે માજી સૈનિક માટે 332 અને દિવ્યાંગ માટે 132 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. એવી જ રીતે ડ્રાઇવરની પોસ્ટ માટે 4062 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં 5 વર્ષ માટે 18,500 રૂપિયા ફિક્સ પગાર રહેશે. જેમાં બિન અનામતમાં 1084 પુરુષો અને 532 મહિલા, ઇડબલ્યુ એસમાં 312 પુરુષો અને 151 મહિલા, ઓબીસીમાં 711 પુરુષો અને 348 મહિલા, અનુ. જાતિમાં 184 પુરુષો અને 89 મહિલાઓ, અનુ.જન જાતિમાં 437 પુરુષો અને 214 મહિલા જ્યારે માજી સૈનિક માટે 404 જગ્યાઓની ભરતી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાની વાત કરવામાં આવે તો ડ્રાઈવર અને કંડક્ટરની પોસ્ટ માટે ધો. 12 પાસ હોવું જરૂરી છે. તેમજ ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઇએ. ડ્રાઇવરની પોસ્ટ માટે 25થી 34 વર્ષ અને કંડક્ટરની પોસ્ટ માટે 18થી 34 વર્ષ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ. 59 ચૂકવવાના રહેશે.
જાહેરાત સંબંધિત વધુ વિગતો જાણવા માટે નોકરી વાન્છુકો ૠજછઝઈની વેબસાઈટ વિિંાંત://લતિભિં.શક્ષ/તશયિં/મજ્ઞૂક્ષહજ્ઞફમત /શક્ષક્ષયઙિફલયત/યિભિીશળિંયક્ષિ.ંવળિંહની મુલાકાત લઇ જાહેરાત અંગે વિગતવાર માહિતી મેળવી શકે છે. તેમજ અરજી કરવા માટે વિિંાંત://જ્ઞષફત.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ/ની મુલાકાત લઇ શકે છે.