આરબીઆઈએ બે મોટી બેંકો કોટક મહિન્દ્રા બેંક અને ઈન્ડસઈન્ડ બેંક પર નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવવા બદલ એક-એક કરોડનો દંડ ફટકાર્યો છે.
બે મોટી બેન્કને દંડ ફટકાર્યો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ દેશની બે મોટી બેંકો સામે મોટી કાર્યવાહી કરી છે. આરબીઆઈએ સોમવારે કહ્યું હતું કે તેણે નિયમનકારી પાલનમાં ડિફોલ્ટ કરવા બદલ કોટક મહિન્દ્રા બેંક અને ઈન્ડસઈન્ડ બેંક પર લગભગ 1-1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ આ સિવાય ચાર સહકારી બેંકો પર દંડ લગાડવાનો નિર્ણય પણ લીધો છે. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે કોટક મહિન્દ્રા બેંક પર 1.05 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ યોજના 2014ના કેટલાક ધારાધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ અને અનધિકૃત ઇલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોમાં ગ્રાહક સુરક્ષા અને લોન અને એડવાન્સની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.
- Advertisement -
ચાર સહકારી બેંકોને પણ દંડ ફટકારવામાં આવ્યો
જ્યારે ઇન્ડસઇન્ડ બેંકને સેબી દ્વારા 1 કરોડ રૂપિયાનો દંડ ‘નો યોર કસ્ટમર’ (KYC) ધોરણોનું પાલન ન કરવા બદલ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય આરબીઆઈએ સહકારી ક્ષેત્રની ચાર બેંકો – નવજીવન કોઓપરેટિવ બેંક, બલાંગીર ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, ઢાંકુરિયા કોઓપરેટિવ બેંક લિમિટેડ કોલકાતા અને પલાની કોઓપરેટિવ અર્બન બેંક લિમિટેડને પણ દંડ ફટકાર્યો છે.
નિયમોનું પાલન નથી કર્યું
આ તમામ સહકારી બેંકોને 1 લાખથી 2 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે, આરબીઆઈએ કહ્યું હતું કે દંડ લાદવાનો નિર્ણય નિયમનકારી પાલનમાં અવરોધો પર આધારિત છે અને તેમાં બેંકોના તેમના ગ્રાહકો સાથેના કરારની કાયદેસરતા અથવા કોઈપણ વ્યવહારો પર સવાલ ઉઠાવ્યા નથી.