મનરેગા કૌભાંડ બાદ મંત્રીપદેથી હટાવાયેલા બચુ ખાબડનું સ્થળ અપશુકનિયાળ લાગતા નવા મંત્રીઓની CMOમાં રજૂઆત કરી!
છેવટે કાંતિ અમૃતિયાને બંગલો, મનીષા વકીલને ચેમ્બર ફાળવાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના રીશફલિંગ બાદ કુલ કદ 26નું થઈ ગયું છે. દિવાળીના લાંબા વેકેશન બાદ આજે સચિવાલય ફરી ધમધમી રહ્યું છે, જ્યાં નવા મંત્રીઓ સત્તાવાર રીતે ચાર્જ સંભાળી રહ્યા છે. જોકે, આ દરમિયાન ગાંધીનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી એક અનોખી ચર્ચા જોવા મળી રહી છે, જે પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડના કાર્યાલય અને બંગલા સાથે જોડાયેલી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મનરેગા કૌભાંડોને પગલે મંત્રીમંડળમાંથી ગાયબ કરાયેલા બચુભાઈ ખાબડનું મંત્રીપદ રહેવાનું નથી તેવા ભણકારા તેમને પહેલાથી જ વાગી ગયા હતા. તેમના હટાવ્યા બાદ સ્વર્ણિમ સંકુલ-2માં આવેલું તેમનું કાર્યાલય અને મંત્રીનિવાસ સ્થિત બંગલો નવનિયુક્ત મંત્રીઓમાંથી એક પણ લેવા તૈયાર નહોતા! આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક મંત્રીઓને બચુભાઈ ખાબડની ઓફિસ અને બંગલો ’અપશુકનિયાળ’ લાગ્યો. તેથી તેઓએ મુખ્યમંત્રી કાર્યાલય (ઈખઘ)ને રજૂઆત કરી હતી કે તેમને આ સ્થળો ફાળવવામાં ન આવે. જોકે, સરકારી નિયમો મુજબ, આ સ્થળો કોઈને તો ફાળવવાના જ હતા. આખરે, શ્રમ-રોજગાર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાને ખાબડનો બંગલો ફાળવવામાં આવ્યો છે, જ્યારે તેમની ચેમ્બર ડો. મનિષા વકીલને મળી છે. સચિવાલયના ગલિયારાઓમાં આ અંગે ચર્ચા છે કે, સ્થળ અપશુકનિયાળ હોતું નથી, પરંતુ વ્યક્તિના કર્મનું ફળ હોય છે. મંત્રીઓના કામ બોલશે, બંગલા કે ઓફિસના નંબર નહીં.
26 નંબરનો બંગલો લકી!
ગુજરાતના મુખ્યમંત્રી બને એમને નિવાસ માટે 26 નંબરનો જ બંગલો ફાળવવામાં આવે છે. આ 26 નંબરના બંગલાને મુખ્યમંત્રી પદ સાથે ખાસ સંબંધ છે. આ એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદીએ 26 નંબરના બંગલાને મુખ્યમંત્રીનું નિવાસસ્થાન બનાવી દીધું. ગુજરાતના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ જ બંગલામાં રહે છે. પણ નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી એ પાછળ પણ એક રહસ્ય હતું. અને એ રહસ્ય એ હતું 26 નંબરના બંગલા માટે પ્રવર્તતિ એક માન્યતા. માન્યતા હતી કે આ શુકનિયાળ બંગલામાં જે રહે એ મોટાભાગે સમય જતાં મુખ્યમંત્રી બને છે. એક નંબરનો બંગલો જ્યાં મુખ્યમંત્રીઓ રહેતા તે બંગલો સરકારી ઓફિસમાં ફેરવાઈ ગયો છે. ગુજરાતમાં પણ કોંગ્રેસનું શાસન હતું અને મુખ્યમંત્રી હતા માધવસિંહ સોલંકી. માધવસિંહ 1 નંબરના બંગલામાં રહેતા હતા. એ જ સમયે અમરસિંહ ચૌધરી ગાંધીનગરના 26 નંબરના બંગલામાં રહેતા હતા અને સમય જતાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આવી જ રીતે ચીમનભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા પછી રહેવા માટે 1 નંબરના બંગલામાં ગયા. ત્યારે 26 નંબરના બંગલામાં રહેતા હતા છબીલદાસ મહેતા. ચીમનભાઈ પટેલનું અવસાન થયું અને છબીલદાસ મહેતાને મુખ્યમંત્રી બનાવાયા. એક પછી એક આ બંગલા પરથી મુખ્યમંત્રીનું પદ મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી જમયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાર આ નિવાસસ્થાનને ઈખનું સત્તાવાર નિવાસ્થાન બનાવી દીધું હતું. એના પછી જે પણ મુખ્યમંત્રી બન્યા તે આ જ બંગલામાં રહ્યા. જેમાં આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.
- Advertisement -



