કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટરની સતામણી અને હત્યાના કેસમાં એક મહિલા ડૉક્ટરે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેણે દાવો કર્યો છે કે ટ્રેઇની ડૉક્ટર પર પહેલા હુમલો કરવામાં આવ્યો હતો, પછી બળાત્કાર થયો હતો અને હત્યામાં એક છોકરી પણ સામેલ હતી. કૉલેજના પ્રિન્સિપાલ, વરિષ્ઠ ડૉક્ટર અને સંબંધિત વિભાગના વડા આ કાવતરામાં સામેલ હોવાનું કહેવાય છે. આ પહેલા બે ડોક્ટર વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો.
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ટ્રેઇની ડૉક્ટરની બળાત્કાર-હત્યાનું રહસ્ય જટિલ બની રહ્યું છે. આ રેસમાં રોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસમાં એક લેડી ડોક્ટરે સનસનીખેજ દાવો કર્યો છે. આરજી કાર મેડિકલ કોલેજના ડોક્ટરે દાવો કર્યો છે કે તાલીમાર્થી ડોક્ટર પર પહેલા મારપીટ કરવામાં આવી અને પછી બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેણે એવો આરોપ પણ લગાવ્યો છે કે આ સમગ્ર ષડયંત્રમાં કોલેજના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હતા.
- Advertisement -
લેડી ડૉક્ટરે દાવો કર્યો છે કે આ હત્યા સંપૂર્ણ પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. જે સેનિમાર હૉલમાં આ ઘટના બની એ હૉલમાં ઘણા વરિષ્ઠ પીજીટી અને અન્ય લોકો આરામ માટે જતા હતા, પણ એ દિવસે ટ્રેઇની ડૉક્ટરને એકલા સૂવા માટે કહેવામાં આવ્યું. તેને જાણીજોઇને એકલી રાખવામાં આવી હતી. તેની સાથે ચાર લોકોએ રાત્રિભોજન કર્યું હતું. તેમની વચ્ચે એક ઇન્ટર્ન યુવતી પણ હતી. જમતી વખતે તેમની વચ્ચે કોઇ વાતે ઝઘડો પણ થયો હતો. ત્યાર બાદ યુવતી ધમકી આપીને જતી રહી હતી. ત્યાર બાદ બાકીના બે મિત્રોએ જઇને દારૂ ઢીંચ્યો અને પાછા આવીને લેડી ડૉક્ટર પર હુમલો કર્યો. બે લોકોએ તેના બંને હાથ પકડી રાખ્યા હતા અને ઈન્ટર્ન છોકરીએ પણ તેની મદદ કરી હતી.
જોરદાર મારને કારણે લેડી ડૉક્ટરનું પેલ્વિક બોન અને કોલર બોન તૂટી ગયું હતું. ત્યાર બાદ તેના પર ભયાનક અત્યાચાર ગુજારવામાં આવ્યો. તેની પીઠ પર એ લોકો ચાલ્યા, માથુ દીવાલમાં અથડાવ્યું…. અને આખરે ગળું દાબીને જીવ લઇ લીધો. હત્યા બાદ આ લોકોએ સંજયને દારૂ પીતો જોયો. તેઓ જાણતા હતા કે તે ખરાબ લોકો સાથે સંકળાયેલો છે અને વેશિયાગમન પણ કરે છે. તેઓએ સંજયને કહ્યું કે તારા માટે સેમિનાર રૂમમાં કંઇક રાખવામાં આવ્યું છે. જા, અને કામ તમામ કરી લે. ત્યાર બાદ સંજયે જઇને લાશ સાથે હેવાનિયત કરી અને બાથરૂમમાં હાથ ધોયા.
પુરાવાનો નાશ કરવા માટે હૉસ્પિટલમાં બાથરૂમને તોડી નાખવામાં આવ્યો અને ત્યાં આગળ નવો રૂમ બનાવવામાં આવશએ, એમ જણાવવામાં આવ્યું હતું.
- Advertisement -
મહિલા તબીબના ખુલાસાથી લોકોમાં આક્રોશ ફેલાયો છે અને આ આક્ષેપોની સઘન તપાસ થાય તેવી માંગ ઉઠી છે. આવા જઘન્ય કૃત્યોમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓની સંડોવણીએ તબીબી સંસ્થાઓમાં સુરક્ષા અને નૈતિકતા અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.