ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર સરકારી પ્રાથમિક શિક્ષકો સહિત કર્મચારીઓની ઘણા સમયથી જૂની પેન્શન યોજના જેવી અનેક બાબતોની માગણી કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કોઈ માગણીઓના સ્વીકારતા આજરોજ માણાવદરમાં સરકારી પ્રાથમિક શિક્ષકોએ મહામતદાન કરીને વિરોધી નોંધાવ્યો હતો.
જેમાં ગુજરાત રાજ્યના તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો, સરકાર સાથે થયેલ સમાધાન અનુસાર તા.1-4-2005 પહેલાં નિયુક્ત શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા,ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોના જૂના શિક્ષકની ભરતીના નિયમો સત્વરે બનાવી શાળા બદલવાનો લાભ આપવો, નવી પેન્શન યોજનાવાળા શિક્ષકોને 300 રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવો, કોન્ટ્રાક્ટ, ફિક્સ પગાર યોજના બંધ કરી જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી શિક્ષકની ભરતી કરવી, પ્રાથમિક સંવર્ગની માતૃશક્તિને તા.22-04-2022ના માતૃત્વ રજાના ઠરાવમાં સુધારો કરી માગ અનુસાર 1997થી અત્યાર સુધી તથા હવે જોડાનાર ફિક્સ પગારીને નિમણૂક તારીખથી રજાઓની કપાત ન ગણી ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવો જેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી રહી છે.આ મહામતદાનમાં શૈક્ષિક સંઘના પ્રમુખ ભરત કંડોરીયા, ઉત્કર્ષ મંડળના પ્રમુખ હિતેશ મકવાણા સહિતના 298 પ્રાથમિક શિક્ષક અને 40 અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહીને મહામતદાન કર્યું હતું.