મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ટમેટાંનો પાક નિષ્ફળ થતાં ગુજરાતમાં અસર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
મહારાષ્ટ્રમાં થોડાક દિવસ પહેલાં ધોધમાર વરસાદ થયો હતો. જેને લીધે ટમેટાંનો પાક નિષ્ફળ ગયો હતો. જેની અસર ગુજરાતમાં થઈ છે અને શાકભાજીના ભાવ વધી ગયા છે. મહત્ત્વનું છે કે, ટમેટાંના કિલોનાં ભાવ 130થી 150 રૂપિયા પહોંચી ગયા છે. સૌરાષ્ટ્રમાં શાકભાજીના જથ્થાબંધ વેપારીઓએ જણાવ્યા મુજબ, અત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં બેંગ્લુરુના ટમેટા પૂરા પાડવામાં આવી રહ્યા છએ. દક્ષિણના રાજ્યોમાંથી દરરોજ 25 ટનના 12 ટન ટમેટાની સપ્લાય થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં ટમેટાનું ઉત્પાદન આગામી 15 દિવસમાં થઈ જશે એ પછી ટમેટાંના ભાવમાં ઘટાડો થશે.
- Advertisement -
શાકભાજીના કિલોના ભાવ
ટમેટાના કિલોના ભાવ 130થી 150 રૂપિયા
કોથમરીના કિલોના ભાવ 80 રૂપિયા
ગુવારના કિલોનો ભાવ 80 રૂપિયા
ભીંડો કિલોનો ભાવ 70 રૂપિયા
લીંબુના કિલોના ભાવ 100 રૂપિયા