-પાયલોટએ વાતાવરણ વિશે જાણકારી લીધી હતી
નેપાળમાં ક્રેશ થયેલું તારા એરલાઈન્સનું વિમાનનો કાટમાળ સોમવારે મળી આવ્યો છે. આ વિમાનનો કાટમાળ મુસ્તાંગ વિસ્તારના કોબનમાંથી મળી આવ્યો છે. આ વિમાન રવિવારે દુર્ઘટનાનો શિકાર થયું હતું. તારા એરલાઈન્સની ફ્લાઈટ 9NAET નેપાળના પોખરાથી જોમસોમ જઈ રહી હતી. સવારે લગભગ 10 કલાકે અચાનક ફ્લાઈટ ગુમ થઈ હતી.
- Advertisement -
દિવસભરની શોધખોળ કર્યા બાદ સાંજે લગભગ 4 કલાકની આસપાસ ફ્લાઈટ ક્રેશ થવાના સમાચાર આવ્યા હતા. પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ સહિત લગભગ 22 લોકો સવાર હતા. તેમાંથી 4 મુસાફરો ભારતના, 2 જર્મનીના અને 13 નેપાળના હતા. ફ્લાઈટમાં ચાલક દળના પણ 3 સભ્યો હતા. વિમાન 30 વર્ષ જૂનુ હતું.
Rescue effort to search plane of Tara Air is resumed…. Sent from Viber https://t.co/o7gHku9WU4 pic.twitter.com/nIkuICtHXj
— NASpokesperson (@NaSpokesperson) May 30, 2022
- Advertisement -
ત્રિભુવન ઈંટરનેશનલ એરપોર્ટના ચીફે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ પર તપાસ થઈ રહી છે. નેપાળની સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે જણાવ્યું હતું કે, નેપાળી સેના હવાઈ માર્ગ દ્વારા ઘટનાસ્થળ સુધી પહોંચી ગઈ છે. રેસ્ક્યુ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે.
Nepal | Crashed Tara Air aircraft located at Sanosware, Thasang-2, Mustang
The aircraft with 22 people including four Indians onboard went missing yesterday.
(Photo source: Nepal Army) pic.twitter.com/W4n5PV3QfA
— ANI (@ANI) May 30, 2022
ક્રેશ થયેલું પ્લેન પાયલટ પ્રભાકર ધિમિરે ઉડાવી રહ્યા હતા. દુર્ઘટનાના કેટલાક સમય પહેલા નેપાળના જોમસોમના એટીસી સાથે વાત કરી હીત અને વાતાવરણ વિશે જાણકારી મળવી હતી.
જો કે, પાયલટ પ્રભાકર ઘિમિરેના પોખરા એરપોર્ટના એટીસી સાથે સંપર્ક થઇ શક્યો નહી. ત્યાર પછી તેમણે જોમસોમ એટીસીએ વાતાવરણ વિશે પૂછપરછ કરી હતી. જોમસોમના એટીસીએ તેમને વાતાવરણ ચોખ્ખું અને હવા ઝડપથી ચાલી રહી છે, તેમ જાણકારી આપી હતી.