ઝડપાયેલો કુખ્યાત શખ્સ સામે 14 ગુના નોંધાયા છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
- Advertisement -
મેંદરડા તાલુકાના ખોડીયાર ગામના અને સાવરકુંડલા પોસ્ટલમાં નોકરી કરતા યુવાનને ગત તા.18ના મોણીયાના નામના શખ્સે બાઇક પર બેસાડી અપહરણ કરી મોબાઇલ તથા ઘડીયાળ લૂંટી લીધી હતી. ત્યાર બાદ વ્હોટસએપ કોલ કરી ફરિયાદ પરત ખેંચી લેવા નહીતર ઘરે ડ્રગ્સ મુકાવી ફસાવી દેવા અને આતંકવાદી જાહેર કરી દેવા ધમકી આપતા વિસાવદર પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ શખ્સે લૂંટ કરેલુ બાઇક ગોંડલ નજીકથી કબ્જે કર્યુ હતુ બાદમાં બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા એલસીબીની મદદથી શ્રીરાજ ઉર્ફે બારોટ મકવાણાને દ્વારકાથી પકડી લઇ ફોન કબ્જે કર્યો હતો. આ શખ્સની પુછપરછ કરતા મોબાઇલ ચોટીલાથી એક શખ્સ પાસેથી ઝુટવી લીધાનું કબુલ કર્યુ હતુ. શ્રીરાજ મકવાણા સામે રાજકોટ, જૂનાગઢ, કેશોદ, ભેસાણ, વિસાવદર પોલીસ સ્ટેશનમાં દારૂ તથા મારામારી સહિતના 14 જેટલા ગુના નોંધાયેલા છે. હાલ પોલીસ તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.