નવેમ્બરમાં નવા 1.26 લાખ ઈન્વેસ્ટરો નોંધાયા, ઑક્ટોબર કરતા 38% ઓછા
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
માર્કેટમાં મંદીને કારણે ગુજરાતનાં નવાં ઇક્વિટી રોકાણકારોની નોંધણી છ મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી છે. નવેમ્બર 2024માં, ગુજરાતમાં 1.26 લાખ નવાં રોકાણકારો નોંધાયાં હતાં, જે ઑક્ટોબરની સરખામણીએ લગભગ 38 ટકાનો ઘટાડો દર્શાવે છે, અને છ મહિનાની સૌથી નીચી સપાટી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર, રાષ્ટ્રીય સ્તરે, 15.2 લાખ નવી નોંધણી સાથે નવેમ્બરમાં નવાં રોકાણકારોની નોંધણી સાત મહિનાની નીચી સપાટીએ નોંધાઈ છે. છેલ્લાં ત્રણ મહિનામાં બીએસઈ સેન્સેક્સ 8.58 ટકા ઘટીને 78472 પોઈન્ટ પર અને એનએસઈ નિફ્ટી 9.41 ટકા ઘટીને 23750 પોઈન્ટ પર હતો.
રીપોર્ટ અનુસાર “ઇક્વિટી બજારોમાં વેચવાલી અને આર્થિક વૃદ્ધિમાં મંદીની ચિંતા અને અપેક્ષિત- કરતાં નબળી જીડીપી વૃદ્ધિના પરિણામે છેલ્લાં કેટલાક મહિનામાં નવાં રોકાણકારોના ઉમેરામાં ઘટાડો થયો છે. નવાં રોકાણકારોની નોંધણી નવેમ્બરમાં મહિને-દર-મહિને 15.2 ટકા ઘટીને 15.2 લાખની સૌથી નીચી સપાટીએ છે.
અહેવાલ મુજબ, ઘટાડો થયો હોવા છતાં, ઉત્તર પ્રદેશ નવાં રોકાણકારોની નોંધણીમાં અગ્રેસર છે, જેમાં 2.1 લાખ નવાં રજિસ્ટ્રેશન નોંધાયા છે, અને સમગ્ર નવી નોંધણીઓમાં 13.7 ટકાનો હિસ્સો ધરાવે છે. મહારાષ્ટ્ર 1.9 લાખ નવાં રોકાણકારો સાથે બીજા ક્રમે છે, જેમાં નવાં રોકાણકારોનો હિસ્સો ઘટીને 22.7 ટકા થયો છે, જ્યારે ગુજરાત 1.3 લાખ નવાં રોકાણકારો સાથે ત્રીજા ક્રમે છે.
સ્ટોક બ્રોકિંગ ફર્મના ડિરેક્ટર ગુંજન ચોક્સીએ જણાવ્યું હતું કે, “ભારતીય શેરબજારોમાં મંદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, અને તેનાથી નવાં રોકાણકારોની નોંધણી તેમજ રિટેલ રોકાણકારોની સક્રિય બજારમાં ભાગીદારી પર અસર થઈ છે. કુલ રોકાણકારો હવે લગભગ 11 કરોડ સુધી પહોંચી ગયાં છે. દેશમાં કોવિડ પછી નવાં ઇક્વિટી રોકાણકારોનો ધસારો જોવા મળ્યો છે.
- Advertisement -
NSI રીપોર્ટ અનુસાર
છ માસનો ડેટા
મહિના રોકાણકારોની નોંધણી
જુન 1.39 ટકા
જુલાઈ 1.58 ટકા
ઓગસ્ટ 1.28 ટકા
સપ્ટેમ્બર 3.02 ટકા
ઓક્ટોબર 2.05 ટકા
નવેમ્બર 1.26 ટકા
નાણાકીય વર્ષ 2025માં ટોચની 10 નિકાસમાં ઈલેકટ્રોનિકસ ત્રીજા સ્થાને
દેશમાંથી નિકાસ થતાં ટોચના દસ પ્રોડકટસમાંથી સૌથી વધુ નિકાસ વૃદ્ધિ ઈલેકટ્રોનિકસ ચીજવસ્તુની નિકાસમાં જોવા મળી રહી છે. સ્માર્ટફોન્સની આગેવાની હેઠળ વર્તમાન નાણાં વર્ષના પ્રથમ આઠ મહિનામાં ઈલેકટ્રોનિકસ માલસામાનની નિકાસનો આંક 22.50 અબજ ડોલર રહ્યો છે જે ગયા નાણાં વર્ષના આ ગાળામાં થયેલી 17.66 અબજ ડોલરની નિકાસ સરખામણીએ 28 ટકા વધુ છે. આ જોરદાર વૃદ્ધિને પરિણામે વર્તમાન નાણાં વર્ષમાં દેશની ટોચની દસ નિકાસ આઈટેમ્સમાં ઈલેકટ્રોનિકસની નિકાસ વૃદ્ધિ સૌથી ઊંચી જોવા મળી છે, એમ વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
ગયા નાણાં વર્ષના પ્રથમ આઠ મહિનામાં ઈલેકટ્રોનિકસની નિકાસનો ક્રમ મૂલ્યની દ્રષ્ટિએ જે છઠ્ઠો હતો તે વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં વધી ત્રીજો આવી ગયો છે.
પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમને કારણે દેશમાંથી સ્માર્ટફોનની નિકાસમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ આઠ મહિનામાં સ્માર્ટફોનની નિકાસ વાર્ષિક ધોરણે 45 ટકા વધી 13.11 અબજ ડોલર રહી છે. દેશમાંથી ઈલેકટ્રોનિકસ માલસામાનની નિકાસમાં સ્માર્ટફોનનો હિસ્સો જે ગયા નાણાં વર્ષના પ્રથમ આઠ મહિનામાં 51 ટકા હતો તે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ આઠ મહિનામાં વધી 58 ટકા રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના અંત સુધીમાં આ હિસ્સો 60થી 62 ટકા પહોંચી જવા ધારણાં રાખવામાં આવી રહી છે. સ્માર્ટફોન્સ ઉપરાંત દેશમાંથી નિકાસ થતી અન્ય ઈલેકટ્રોનિકસ આઈટેમમાં સોલાર મોડયૂલ્સ, ડેસ્કટોપ, રાઉટર્સ તથા કમ્પોનેન્ટસનો સમાવેશ થાય છે.