ભારતમાં વધતાં કોરોના કેસ ફરી એકવાર લોકોની ચિંતા વધારી રહ્યા છે. આજે કોરોનાના કેસ 20000 હજારનો આંકડો પાર કરી ગયા હતા.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં થયેલા વધારાએ ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ગુરુવારના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,139 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 3233 વધુ દર્દીઓ છે.
- Advertisement -
મૃતકોની સંખ્યા 38
આ સાથે 38 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ગઈકાલના આંકડા જોઈએ તો 16,906 કેસ નોંધાયા હતા અને 45 દર્દીઓના મોત થયા હતા. જો કે, છેલ્લા 24 કલાકમાં 16,482 લોકો રિકવર પણ થયા છે.
એક્ટિવ કેસની સંખ્યા 1.3 લાખ
દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,36,076 થઈ ગઈ છે જે ગઈકાલની સરખામણીએ 3,619 વધુ છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 52,55,57 લોકોના મોત થયા છે.
- Advertisement -
#COVID19 | India reports 20,139 fresh cases, 16,482 recoveries, and 38 deaths in the last 24 hours.
Active cases 1,36,076
Daily positivity rate 5.10% pic.twitter.com/XVzvVjsmjL
— ANI (@ANI) July 14, 2022
દિલ્હીમાં વધી રહ્યા છે કોરોના કેસ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હી સ્વાસ્થ્ય વિભાગના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 490 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોના મોત પણ થયા છે.
ગઈકાલે દિલ્હીમાં કોરોનાના 400 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કુલ 15,495 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 3.16 ટકાનો પોઝિટીવીટી રેટ જોવા મળ્યો હતો. હાલમાં, દિલ્હીમાં કોરોના ચેપને કારણે મૃત્યુ દર હવે 1.35% છે.
મુંબઈને કોરોનાથી રાહત
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગઈકાલની સરખામણીએ આજે કોરોનાના ઓછા કેસ નોંધાયા છે, જે રાહતના સમાચાર છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 383 કેસ નોંધાયા છે જે ગઈકાલ કરતા 37 ઓછા છે. આ દરમિયાન એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે બુધવારના આંકડાઓમાં સંક્રમિતોની સંખ્યા 420 હતી.
ગુજરાતમાં પણ ધરખમ વધારો
ગુજરાતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં ધરખમ વધારો જોવા મળ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં 742 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે.જેની સામે 673 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 4225 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 3 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. મહત્વનું છે કે સોમવારે કોરોનાના 511 કેસ પોઝિટિવ આવ્યા હતા. ગઈકાલે મંગળવારે 577 કેસ નોંધાયા હતા.
શહેરોમાં કોરોના કેસ વધ્યા
જો મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 254 કેસ, સુરત કોર્પોરેશનમાં 75, વડોદરા કોર્પોરેશનમાં 41, ભાવનગર કોર્પોરેશનમાં 40, જામનગર કોર્પોરેશનમાં 12, ગાંધીનગર કોર્પોરેશનમાં 24 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 11 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 260, સુરતમાં 107,વડોદરામાં 45 કેસ, ભાવનગરમાં 53,ગાંધીનગરમાં 47,જામનગરમાં 12 કેસ, રાજકોટમાં 24, જૂનાગઢમાં 2 કેસ, મહેસાણામાં 63,વલસાડમાં 22, કચ્છમાં 19 કેસ, પાટણમાં 19,દ્વારકામાં 9,નવસારીમાં 9 કેસ, અમરેલી,બનાસકાંઠા અને સાબરકાંઠામાં 8-8 કેસ, આણંદ,ભરૂચમાં 7-7 કેસ, ખેડામાં 4,મોરબીમાં 4, અરવલ્લીમાં 3 કેસપોરબંદર,સુરેન્દ્રનગરમાં 1-1 કેસ સામે આવ્યો છે.
14 દિવસમાં 8005 કેસ નોંધાયા
ચિંતાની વાત એ છે કે 29 જુનથી 12 જુલાઇ સુધીમાં 8005 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 617 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.
સાજા થવાનો દર 98.78 ટકા
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10950 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 30,541 નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.19 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.78 ટકા પહોચ્યો છે.
18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાના બૂસ્ટર ડોઝ ફ્રી
કોરોનાના વધતા કેસ વચ્ચે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાના બૂસ્ટર ડોઝ ફ્રીમાં મળશે. બુધવારે કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તમામ સરકારી હોસ્પિટલમાં 15 જુલાઈથી બૂસ્ટર કે પ્રિકૉશન ડોઝ મળશે. ફ્રી ડોઝ આગામી 75 દિવસ માટે જ ઉપલબ્ધ હશે. હાલ દેશમાં કોરોના વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ મફત મળે છે, જ્યારે બૂસ્ટર ડોઝ માટે ચુકવણી કરવી પડતી હતી. મળતી માહિતી મુજબ આઝાદીના 75મી વર્ષગાંઠ પર આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત કોવિડના પ્રિકૉશન ડોઝને બૂસ્ટ કરવા માટે અભિયાન ચલાવવામાં આવશે. અત્યાર સુધીમાં 18-59 વર્ષમાં આવતા 77 કરોડના ટાર્ગેટ પોપ્યુલેશનમાંથી 1%થી પણ ઓછા લોકોને પ્રિકૉશન ડોઝ લાગ્યો છે.