ઇન્ટરનેશનલ કોલ સેન્ટરમાં ઝડપાયેલાને રિમાન્ડમાં લેવા તજવીજ
નિવૃત્ત DYSPના પુત્રનું નામ ખુલ્યું
- Advertisement -
કોલ સેન્ટરમાં એક યુવતી સહિત પાંચને ઝડપી લેવા તપાસ તેજ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા તથા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર બદીને ડામી દેવા કડક સૂચના આપતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે શહેરના લક્ષ્મી નગર વિસ્તારના ઈશાન પ્લેટિનિયમ ફ્લેટમાં ચાલતું ઇન્ટર નેશનલ કોલ સેન્ટર ઝડપી પાડયું હતું જેમાં પગાર ઉપર રાખીને નાગાલેન્ડ અને મણિપુરના 10 યુવક યુવતી ને ઝડપી પાડવામાં સફળતા મળી હતી ઝડપેલ તમામ ને આજરોજ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ ની માંગણી કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન ઇન્ટર નેશનલ કોલ સેન્ટરમાં હજુ રૂપિયાનો આંક વધશે તેની સાથે કોલ સેન્ટરમાં વધુ લોકો સામેલ હોય તેના પણ નામ ખુલવાની શક્યતા સેવાય રહી છે.
જૂનાગઢ નાના એવા શહેરમાં ઝડપાયેલ ઇન્ટર નેશનલ કોલ સેન્ટરમાં ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે દરોડા પાડયા હતા અને રહેણાંક ઘરમાં ચાલતા ઇન્ટર નેશનલ કોલ સેન્ટરમાંથી 10 યુવક યુવતી સહીત મોબાઈલ ફોન, રાઉટર, હેડફોન ,લેપટોપ આઇપેડ તેમજ ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ એટીએમ કાર્ડ સહીત રૂા.ત્રણ લાખ થી વધુની કેસ મળી કુલ રૂ.8.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો નાગાલેન્ડ અને મણિપુરના 10 યુવક યુવતી સહીત પાંચ નામો ખુલ્યા હતા જેમાં નિવૃત ડીવાયએસપી મહાવીરસિંહ રાણાનો પુત્ર પણ નામ ખુલ્યું હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં અમદાવાદના હારજીતસિંહ છત્રપાલસિંહ રાણા, ઇન્દ્રજીતસિંહ મહાવીરસિંહ રાણા, જલય પટેલ, દિગ્વિજયસિંહ ગંભીરસિંહ અને ઈશા રંજીત વ્યાસ રહે.થાણે મુંબઈના નામ ખુલતા ઇન્ટર નેશનલ કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે જયારે કોલ સેન્ટરના મુખ્ય લોકો ઝડપાયા પછી હજુ ઘણા ધડાકા ભડાકા સામે આવશે તેમ જાણવા મળી રહ્યું છે.
કેવી રીતે અમેરિકી નાગરિકો સાથે ફ્રોડ થતો હતો
જૂનાગઢમાંથી ઝડપાયેલ ઇન્ટર નેશનલ કોલ સેન્ટરમાં પગાર થી કામ કરતા યુવક યુવતીઓ અમેરિકાના લોકોને એમેજોન અને પે-પલ એપ્લિકેશનના માધ્યમથી મેસેજ કરીને છેતરપિંડી આચરતા હતા અને તેના બેન્ક એકાઉન્ટ માંથી હજારો લાખો રૂપિયા પડાવી લેતા હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા હજુ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તેનો આંક ઊંચો જવાની શક્યતા છે તેમજ હજુ આ કોલ સેન્ટર હજુ કોણ કોણ સામેલ છે તે દિશામાં જીણવટ ભરી તપાસ ચાલુ છે.