ઉદ્ઘાટન પ્રસંગે તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત રોકડ, મોબાઈલ, અરજદારોને પરત અપાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ગ્રામ્ય પોલીસની હદમાં આવતાં મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના નવા બિલ્ડીંગનો લોકાર્પણ કાર્યક્રમ ગઈકાલે યોજાયો હતો રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવના હસ્તે રિબિન કાપી પોલીસ સ્ટેશનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ તકે એસપી વિજયસિંહ ગુર્જર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. મેટોડા પોલીસ સ્ટેશનના નવા બિલ્ડીંગના લોકાર્પણ પ્રસંગે રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય પોલીસની હદમાં આવતા મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના નવા બિલ્ડીંગ માટે મેટોડા ગ્રામ પંચાયત સહિતનાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે મેટોડા પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગમાં ચાર ચેમ્બર છે એક પીઆઇ ચેમ્બર, એક શાંત્વના રૂમ, એક રાઇટર રૂમ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પોલીસ લોકોની સેવામાં વધુને વધું દોડતી રહે તેના માટે એક વ્યવસ્થાનો ભાગ છે ઉપરાંત આ લોકાર્પણની સાથે સાથે મેટોડા જીઆઈડીસી પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યો હતો જેમાં લૂંટ, ચોરીમાં ગયેલ મુદ્દામાલ જેમાં રોકડ, મોબાઈલ, દાગીના, બાઈક સહિતનો મુદ્દામાલ રેન્જ આઈજી અશોકકુમાર યાદવના હસ્તે લોકોને પરત આપવામાં આવ્યા હતા.