કાર્તિકોલોજી: કાર્તિક મહેતા
હમણાં માનવની પ્રથમ ચંદ્રયાત્રાને પંચાવન વર્ષ પૂર્ણ થયા. 1972 સુધી લગભગ બારેક અમેરિકન ચંદ્રની યાત્રા કરી આવ્યા હતા. ત્યારબાદ સરકારી તિજોરી ઉપરના ભારણનું કારણ આપીને આ પ્રોજેક્ટ ઉપર અલ્પવિરામ મૂકવામાં આવ્યો હતો.
- Advertisement -
આજે વર્ષો પછી ફરી ભારત સહિત અનેક દેશ ચંદ્રનું ખેડાણ કરવા તત્પર થયા છે.
ચંદ્ર ઉપરના આ મિશન શામાટે શરૂ થયા હતા અને વર્ષો પછી હવે ફરી કેમ ચંદ્ર મિશનો ચર્ચામાં છે તે પ્રશ્ર્ન થવો વ્યાજબી છે .
વર્ષો સુધી ચંદ્ર એક અતિ રહસ્યમય પિંડ રહ્યો છે અને તે રહસ્ય હજુ પણ અકબંધ છે. આથી પશ્ચિમના દેશોમાં દયશહ જ્ઞર ઈંતશત (વેઇલ ઓફ આઇસિસ) નામનો મહાવરો પણ છે. આ મહાવરો પશ્ચિમના ગુઢવાદિઓ અને તાંત્રિકો (તંત્રના જાણકારો) વધારે વાપરે છે . પશ્ચિમના તાંત્રિકો આઇસીસ નામની પ્રાચીન ઇજીપશિયન દેવી સ્વરૂપે ચંદ્રને માને છે. ચંદ્રનું રહસ્ય (વેઇલ ઓફ આઈસિસ) નામનો એક દળદાર ગ્રંથ હેલેના બ્લાવતસકી નામની વિદૂષી એ લખેલો છે જે વાંચવા જેવો છે. આ એ જ વિદૂષી હેલેના જે થીયોસિફિકલ સોસાયટીની સ્થાપક હતી..
ચંદ્રનું રહસ્ય તો ભારતીયો પણ સમજી શક્યા નથી. ચંદ્ર એટલે કે સોમ એક વેદિક દેવ છે જેની સ્તુતિ વેદોમાં વારંવાર આવે છે. વેદો ગૂઢ ભાષામાં લખાયા હોવાથી લોકોએ માની લીધું કે સોમરસ એટલે કોઈ કેફી પીણું હશે.
વાસ્તવમાં ભારતની હઠયોગ પરંપરામાં અને આગમ ગ્રંથોમાં હમેશા ચંદ્ર અને સોમરસનો ઉલ્લેખ થતો આવ્યો જ છે. સોમરસ એટલે ચંદ્રનો રસ. આ ચંદ્ર એટલે આપણું મન અથવા તો મગજ.
આદિનાથ મત્સ્યેન્દ્રનાથ થી લઈને છેક કબીર જી, ગંગાસતી, રવિદાસ સુધીના તમામ સંતો એકી અવાજે આ સોમરસ પીવાની વાત માંડે છે.
જીભ વડે તાળવું ખોતરવાની સાધના કરીને તાળવાને છેડે આવેલા બ્રહ્મ રંધ્ર વાટે સોમરસની સરસ્વતી વહેવા લાગે છે જેને પીવાથી યોગ પ્રાપ્ત થાય છે એટલે કે ઈશ્વર પ્રાપ્ત થાય છે એમ કહેવાય છે.
ચંદ્ર નું જ્યોતિષ મહત્વ પણ ઘણું છે. આથી ચંદ્ર જે રાશિમાં વિરાજમાન હોય તે રાશિ ઉપરથી જાતકનું નામ રાખવામાં આવે છે. ચંદ્રને મુન અને લ્યુના પણ કહે છે કેમકે ચંદ્ર એ જ માણસનું મન છે. મનના હોર્મોન ઉપર ચંદ્રની અસરોને કારણે જ પાગલ ઉન્માદી માણસને લ્યુનાટિક કહેવાય છે.
ચંદ્ર દૂષિત હોય એની માટે સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગની સ્થાપના થયેલી છે અને તે બારેબાર જ્યોતિર્લિંગમાં સહુથી પહેલું જ્યોતિર્લિંગ ગણાય છે.સોમનાથ ભૌગોલિક રીતે પણ એક વિશિષ્ટ સ્થળ છે જ્યા જવા માત્રથી ચંદ્રદોષ (મનની પીડાઓ) દૂર થાય છે એ અનુભવ સિદ્ધ વાસ્તવિકતા છે.
પણ આ નવો યુગ છે. આજે માણસને ચંદ્રનું રહસ્ય ચંદ્ર ઉપર જઈને જાણવું છે. કેમ ચંદ્રની એક બાજુ સતત અંધારી રહે છે? કેમ ચંદ્ર પાંચ ડિગ્રીથી એની ધરી ઉપર નમેલો છે, જો તે પાંચ ડિગ્રીથી વધુ કે ઓછો નમેલો હોય તો કેવી ઉપાધિ થાય? ચંદ્ર ઉપર શું છે? ચંદ્ર ઉપર પાણી છે? ચંદ્રનો ઉપયોગ એક બેઝ સ્ટેશન તરીકે થઈ શકે કે નહિ?? આવા અનેક રહસ્યો ચંદ્ર ઉપર છે.
- Advertisement -
આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા હવે ચંદ્ર મિશન થઈ રહ્યા છે.
પણ જૂના ચંદ્ર મિશન અમેરિકાએ રશિયાની કમર તોડવા અને પોતાના અર્થતંત્રને ગુલાબી રાખવા કરેલા હતા.
રશિયાનો વિજ્ઞાની કોન્સ્ટેન્ટિન સીલોકોવસ્કી રોકેટ વિજ્ઞાનનો પિતામહ ગણાય છે જેના જર્મન શિષ્ય વર્નર વોન બ્રાઉનને અમેરિકા એ શરણ આપી અને ચંદ્ર મિશન માટે મિસાઈલ બનાવી.
મંદી તેજીના માર ઝીલી ચૂકેલી અમેરિકન ઇકોનોમીના ખેરખાંઓ જાણતા હતા કે મંદી થી બચવા માટે સરકારે લોકો પાસે કામ કરાવીને પૈસા પેદા કરવાએ જ ઉપાય છે. આથી અમેરિકા આજે પણ નવી નવી ટેકનોલોજીકલ ક્રાંતિ લાવીને પોતાના અર્થતંત્રને બૂસ્ટર ડોઝ આપતુ રહે છે. ચંદ્ર મિશન કરવાથી અમેરિકન ઈકોનોમિ મજબૂત બની કેમકે અમેરિકન સ્પેસ રિસર્ચ સંસ્થા નેસા (ક્ષફતફ) પોતાનાં મોટાભાગના કામ ઇન્ડસ્ટ્રીને આપીને ઇન્ડસ્ટ્રીનો વિકાસ કરે છે. ભારતની ઈસરો પણ હમેશાએ નકશે કદમ ઉપર ભારતીય ઇન્ડસ્ટ્રીની ઇકો સિસ્ટમ સ્ટ્રોંગ થાય તે માટે પ્રયાસશીલ છે.
તો કુલ મળીને બે પ્રશ્ર્નો હતા
1. ચંદ્ર ઉપર મિશન મોકલવાની જરૂર શું છે ?? એનો જવાબ મેળવવા ચંદ્ર ઉપરના મિશનોનો ઇતિહાસ જાણવો પડે.
2. ચંદ્રનું રહસ્ય શું છે ? કેમ ચંદ્ર જે રાશિમાં હોય એના ઉપર થી નામનો પહેલો અક્ષર નક્કી થાય છે? એ જાણવા માટે સ્વરોદય શાસ્ત્ર વાંચવું પડે.