ખાસ ખબર સંવાદદાતા
દીવ પ્રશાસ દ્વારા સોમવારે સવારે નાયડા – ગંગેશ્ર્વર રોડ અને ચક્રતીર્થ વચ્ચેની દરગાહનુ ડિમોલીશન કરવામાં આવ્યુ હતું. જે મુદે દીવના મુસ્લિમ સમાજે શાંતિપૂર્ણ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું. દીવ પ્રશાસને અતિક્રમણ હટાવો ઝુંબેશ હાથ ધરીને નાયડા – ગંગેશ્ર્વર રોડ અને ચક્રતીર્થ પરથી અતિક્રમણ હટાવ્યુ હતું. આ અંગે દીવના મુસ્લિમ સમાજના લોકોએ સ્વૈચ્છિક બંધ પાળી શાંતિપૂર્ણ રેલી કાઢી હતી. આ શાંતિપૂર્ણ રેલી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી.જ્યાં તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી દરગાહને ફરીથી બનાવવાની માંગ કરી હતી. સોસાયટીના લોકોએ જણાવ્યું કે, વહીવટી તંત્રે કોઈપણ પ્રકારની પૂર્વ માહિતી વિના આ કાર્યવાહી કરી છે. આ દરગાહ લોકો માટે આસ્થાનું પ્રતિક હતી.
દીવમાં દરગાહ તોડી પાડતા લઘુમતી સમાજે કલેક્ટરને આવેદન આપ્યું
