ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ 7 મે – મતદાતાઓ મતદાન કરે ત્યારે રિટર્ન ગિફ્ટ તરીકે વન વિભાગ દ્વારા ફૂલ છોડના રોપાઓ આપીને હરિયાળી પહેલ કરવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી – 2024 અન્વયે આજરોજ સમગ્ર રાજ્યમાં મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે, ત્યારે જુનાગઢ શહેરના ગાંધીગ્રામ મતદાન વિસ્તારોમાં આવેલ મતદાન મથકે મતદાતાઓને મતદાન બાદ ફૂલ-છોડ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
ઇકો -ફ્રેન્ડલી મેસેજ આપતા શહેરને હરિયાળું બનાવવા માટે વન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે મતદાન મથકોમાં મતદાતાઓને મતદાનની રિટર્ન ગિફ્ટ તરીકે રોપા આપીને “ગો ગ્રીન” નો અપાયો સંદેશ આપ્યો હતો.